Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વડોદરાના તાંદલજા વિસ્તારમા મોટી બહેન ઘર છોડીને ચાલી જતા નાની બહેને આપઘાત કરી મોતને વ્હાલું કર્યું

વડોદરા.તાંદલજા વિસ્તારમાં મામાના ઘરે રહેતી યુવતીને તેનો પતિ પુનાથી તેડવા માટે આવવાનો હતો.પરંતુ,તે પૂર્વે યુવતી ઘર છોડીને જતી રહેતા તેની નાની બહેનને લાગી આવ્યુ હતું.અને ઘરના પ્રથમ માળે જઇને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

માતાના અવસાન પછી પિતાએ બીજા લગ્ન કરી લેતા બે પુત્રીઓ મામાના ઘરે તાંદલજામાં રહેતી હતી.અને મામા બંને ભાણીઓનો ઉછેર કરતા હતા.બે બહેનો  પૈકી મોટી બહેનના લગ્ન પુનામાં રહેતા યુવક સાથે થયા હતા.હાલમાં તે મામાના ઘરે આવીને રહેતી હતી.દરમિયાન,યુવતીને તેડવા માટે તેનો પતિ પુનાથી આવવાનો હતો.પરંતુ,પતિ તેડવા આવે તે પહેલા અગમ્ય કારણોસર પત્ની કોઇને કશું કહ્યા વિના ઘરેથી જતી રહી હતી.મોટી બહેન ઘરેથી જતી રહેતા નાની બહેનને મનમાં લાગી આવ્યુ હતું.અને આજે સવારે મકાનના ઉપરના માળે જઇ રૃમનો દરવાજો અંદરથી બંધ કરીને છત પર હુકમાં ઓઢણી બાંધી નીચે ટેબલ ગોઠવીને ફાંસો ખાઇ લીધો હતો.

(5:31 pm IST)
  • યુરોપિયન યુનિયન દ્વારા હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આવશે: યુરોપીયન દેશોમાં મુસાફરી કરનારાઓ માટે યુરોપીય યુનિયન "ડિજિટલ વેકસીન પાસપોર્ટ" માટે પ્લાન કરી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 10:30 pm IST

  • સ્વિસ બેડમિંગટન ઓપનમાં પીવી સિંધુની શાનદાર શરૂઆત : પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી : પીવી સિંધુએ તુર્કીની ખેલાડીને 42મિનિટની રમતમાં 21-16, 21-19થી હરાવી પ્રથમ દૌરનો મુકાબલો જીત્યો access_time 12:30 am IST

  • રાજકોટમાં ૩૫ ડીગ્રી : રાજકોટ શહેરમાં ગરમીમાં દિનપ્રતિદીન વધારો થઈ રહયો છે : સાંજ સુધીમાં મહતમ તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ છે access_time 3:44 pm IST