Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રાજપીપળા નગરપાલિકામાં મોટો અપસેટઃ પતિનો વિજય તો પત્નીનો પરાજયઃ રાજપૂત પરિવારના ત્રીજી પેઢીના સભ્યઍ જીત મેળવતા હવે દાદા અને પિતા બાદ પુત્ર પણ પ્રમુખપદે કાર્યરત થશે

રાજપીપળા: રાજપીપળા નગરપાલિકામાં પાલિકામાં દાદા, પુત્ર બાદ હવે પૌત્ર પ્રમુખની જવાબદારી સંભાળશે. ગઇકાલે ચુંટણી પરિણામો જાહેર થયા જેમાં ભાજપને ગત વખત કરતા પણ 1 બેઠક વધારે મળી છે. આ વખતે પાલિકામાં ભાજપને બહુમતી માટેના જાદુઈ આંકડા 15 કરતા એક બેઠક વધુ એટલે કે 16 બેઠકો મળી છે.

રાજપીપળા પાલિકામાં આ વખતે રાજપૂત પરિવારની ત્રીજી પેઢીના સભ્યે જીત હાંસિલ કરી છે. રાજપીપળા પાલિકામાં દાદા ડો.જે.સી.ગોહિલ બાદ પુત્ર સ્વ.અલકેશ સિંહ ગોહિલે જીત મેળવી હતી અને પ્રમુખ પદ પણ સોભવ્યું હતું હવે સ્વ.અલકેશ સિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે રેકોર્ડ બ્રેક મતોની સરસાઈથી જીત મેળવી છે, હવે દાદા અને પિતા બાદ પુત્ર કુલદીપસિંહ ગોહિલની પણ રાજપીપળા પાલિકાના પ્રમુખ પદે વરણી થશે એ ચોક્કસ છે.

પાલિકા 28 પૈકી 18 બિનઅનુભવી નેતા

રાજપીપળા પાલિકામાં ભાજપના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી 12 તો બિન અનુભવી નેતાછે.  કોંગ્રેસના ચૂંટાયેલા 6 પૈકી 3 અને અપક્ષના 6 પૈકી 3 બિન અનુભવી છે. આમ 28 માંથી કુલ 18 સભ્યોને પાલિકા વહીવટનો બિલકુલ અનુભવ છે જ નહીં ત્યારે રાજપીપળા પાલિકાનો વહીવટ કેવો થાય છે એ જોવું રહ્યુ.

વર્ષ 2015 ની વાત કરીએ તો પ્રથમ અઢી વર્ષ માટે તો રાજપીપળા નગરપાલિકામાં કોઈ સમિતિની રચના થઈ જ નહતી.એનું કારણ આપતા ભાજપના હોદ્દેદારો એમ જણાવી રહ્યા હતા કે કોઈ સભ્યો પાસે વહીવટનો એટલો સારો અનુભવ નથી મોટે ભાગના નવા છે, આ વખતે પણ અનુભવી કરતા બીન અનુભવીઓની સંખ્યા વધારે છે ત્યારે ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન થાય છે કે કેમ એ જોવું રહ્યુ.

વોર્ડ નંબર 7માં પતિ-પત્ની બંને જીત્યાં

રાજપીપળા પાલિકા ચૂંટણી પરિણામમાં ઘણા અપસેટ સર્જાયા છે. રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ પતિ-પત્નીની 3 જોડીએ ઉમેદવારી કરી હતી. જેમાં વોર્ડ 7 માંથી નિલેશભાઈ અટોદરિયા અને એમની પત્ની મીનાક્ષીબેન અટોદરિયાએ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. જ્યારે ભરત વસાવાની જીત થઈ છે તો એમની પત્ની ભારતીબેન વસાવાએ હારનો સામનો કરવો પડ્યો છે.

બીજી બાજુ સંજય માછી અને પત્ની કવિતા માછી પણ હારી ગયા છે.રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખ અને વેરા વધારા મુદ્દે લડત લડનારા મહેશ વસાવાને પણ જનતાનો સાથ નથી મળ્યો એમની પણ હાર થઈ છે.

વધુ યુવા નેતા ચૂંટાઇ આવ્યા

આ વખતે યુવા લોકો વધારે ચૂંટાઈને આવ્યા રાજપીપળા પાલિકા વોર્ડ 5 માંથી 28 વર્ષીય સાહેનૂર બીબી શાહરુખખાન પઠાણ, વોર્ડ 2 માંથી 22 વર્ષીય રિચાબેન ભરતભાઈ વસાવા, વોર્ડ 3 માંથી વૈશાલી પ્રેગ્નેશ માછી, હેમંત માછી, વોર્ડ 4 માંથી ગિરિરાજ ખેર, આશિષ ડબગર, કિંજલ તડવી, વોર્ડ 1 માંથી મંજુરઈલાહી યુસુફભાઈ સોલંકી પાલિકા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે યુસુફભાઈ સોલંકી રાજપીપળા પાલિકામાં વર્ષોથી ચૂંટાઈ આવતા હતા, એમના અવસાન બાદ એમના પુત્ર મંજુરઈલાહીને લોકોએ ચૂંટી કાઢ્યા, પિતાના મૃત્યુ બાદ પુત્રની જીતને લોકોએ વધાવી હતી.

(4:44 pm IST)
  • ર૮ કલાકમાં ર,૦૮,૭૯૧ લોકોને કોવિદ રસી અપાઇ : સોમવારે સવારે ૯ થી આજે મંગળવાર બપોરે ૧ સુધીમં ૬૦ વર્ષની વયના ર,૦૮,૭૯૧ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આજે બપોર સુધીમાં દેશભરમાં કુલ ૧ કરોડ ૪૮ લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યુ છે access_time 10:57 am IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST