Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ખનીજ ચોરી અટકાવવા તેમજ દંડનીય રકમની વસુલાત માટે કાયદાકીય જોગવાઇ અનુસાર પગલા લેવાયા : ઉદ્યોગ મંત્રી સૌરભભાઇ પટેલ

ગાંધીનગર::::ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ખનીજ ચોરી અટકાવવા સરકાર પગલા લઇ રહી છે. એટલું જ નહિ, ખનીજ ચોરીની દંડનીય રકમ વસુલ કરવા કાયદાકીય જોગવાઇ પ્રમાણે  પગલા લેવામાં આવ્યા છે. 

સુરત અને નવસારી જિલ્લામાં ખનીજ ચોરીની દંડનીય રકમની વસુલાત સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ સુરત જિલ્લામાં રૂા. ૬૯૭૭.૮૫ લાખ તથા નવસારી જિલ્લામાં રૂા. ૧૨૧.૦૬ લાખ વસુલ કરવાની બાકી છે. આ દંડનીય વસુલાત કરવા કાયદાકીય જોગવાઇ મુજબ કારણદર્શક નોટીસ આપી છે. એટલું જ નહિ, દંડકીય વસુલાતના હુકમ તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  

મંત્રીશ્રીએ લીઝના ઓક્શન સંદર્ભે જણાવ્યું કે, કોઇ પણ લીઝ ઇ-ઓકશનથી આપવામાં આવે છે. સુરત જિલ્લામાં ૬ લીઝ ઇ-ઓકશન તેમજ નવસારીમાં ૪ લીઝ ઇ-ઓકશન કરવામાં આવી હતી.

(4:33 pm IST)