Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઈન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ બનશે

મોદીજીનું વધુ એક સપનું જૂનમાં થશે સાકાર

અમદાવાદ,તા.૩: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્રભાઈ મોદી કર્યા બાદ મોદીજીનું વધુ એક સપનું સાકર થવા જશે. સાવલીના ડેસર ખાતે ૧૩૦ એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી આકાર લઈ રહી છે. જેમાં ૫,૭૫૯ સ્કવેર ફૂટમાં ફેલાયેલું ઇન્ડોર સ્ટેડિયમ પણ હશે. જ્યારે ૨૪૦૦ સ્કવેરફૂટનો પ્લેઈંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. તેમજ આ યુનિવર્સિટી ૨૦૨૧ના જૂન મહિના સુધીમાં તૈયાર થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ધોરણ-૧૨ પાસ પછી પ્રવેશ આપવામાં આવશે. જે માટે સરકાર દ્વારા ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ ગેમ્સના ૩૦૦૦ જેટલા ખેલાડીઓ વિવિધ રમતોમાં તૈયાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોટ્સ્ર્ યુનિવર્સિટી 'સૌની યુનિવર્સિટી' તરીકે ઓળખાશે.

આ ઉપરાંત રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓ સાથે સંકલન કરીને સ્પોર્ટ્સ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરીને અપડેટ કરાશે. સ્પોર્ટ્સમાં સાયન્ટિફિક નોલેજ પણ આપવામાં આવશે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના તજજ્ઞો તૈયાર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 'ફિટ ઇન્ડિયા વિઝન'નું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. -ધાનમંત્રીએ ૮ વર્ષ પહેલા આ સ્પોર્ટસ યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું. જે હવે પૂરું થવાના આરે છે. આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જૂન- ૨૦૨૧માં જ તૈયાર કરી દેવાનું લક્ષ્ય છે. જેનું ભ્પ્ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાત સ્પોર્ટ્સનું હબ બંને તે દિશામાં યુનિવર્સિટીનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

રાજ્યભરમાં સૌપ્રથમ ઓલિમ્પિક લેવલની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાવલી ડેસર ખાતે તૈયાર થનાર છે. ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ સાથે તૈયાર થનારી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સને લગતા તમામ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે. તેમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ વધુમાં ઉમેર્યું હતું.

(3:59 pm IST)