Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાચા માલના ભાવોમાં વૃદ્વિથી પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટવાળા મુશ્કેલીમાં

બે મહિનામાં જ કાચા માલના ભાવ ડબલ થઈ જતાં ધંધો ચલાવવો મુશ્કેલ બન્યોઃ હજારો વેપારીઓને યુનિટસને તાળાં મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ : પેટ્રોકેમિકલ કંપનીઓએ કૃત્રિમ તંગી ઉભી કરીને ભાવ વધાર્યા હોવાનો વેપારીઓનો આક્ષેપ : હાલ મોટાભાગના યુનિટ્સ માંડ ૫૦ ટકા કેપેસિટી પર ચાલી રહ્યા છે : માત્ર ગુજરાતમાં જ પ્લાસ્ટિકના ૧૨ હજાર યુનિટ્સ કાર્યરત છે, સ્થિતિ ના સુધરી તો અનેક યુનિટ બંધ થવાની શકયતા

અમદાવાદ, તા.૩: પ્લાસ્ટિકના દાણાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે પ્લાસ્ટિકના મેન્યુફેકચરિંગ સાથે સંકળાયેલા અનેક યુનિટ્સ ભીંસમાં આવી ગયા છે. વધેલી કિંમત ઉપરાંત, હાલ બજારમાં કાચો માલ જોઈતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યારે જો આ સમસ્યા નજીકના સમયમાં ના ઉકેલાઈ તો અનેક યુનિટ્સને તાળાં લાગી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશમાં પ્લાસ્ટિકના ૫૦ હજાર જેટલા યુનિટ્સ આવેલા છે, જેમાંથી માત્ર ગુજરાતમાં જ ૧૨ હજાર યુનિટ્સ કાર્યરત છે.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસિએશનના શૈલેષ પટેલના જણાવ્યા અનુસાર, હાલ અનેક યુનિટ્સ માંડ ૫૦ ટકા કેપેસિટીથી કામ કરી રહ્યા છે. જો કાચા માલનો પ્રશ્ન યથાવત રહ્યો તો આગામી દિવસોમાં અનેક યુનિટ્સને તાળાં લાગી જાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. પ્લાસ્ટિક પ્રોસેસર્સનું માનીએ તો, અલગ-અલગ ટાઈપના પોલિમર્સના ભાવમાં છેલ્લા ૮-૧૦ મહિનામાં ૪૦-૧૫૫ ટકા સુધીનો તોસ્તાન વધારો થયો છે. જેના માટે નાના ઉત્પાદકો મોટી પેટ્રોકેમિકલ કંપનીઓને સીધી રીતે જવાબદાર ઠેરવી રહ્યા છે.

પ્લાસ્ટિકની વસ્તુઓના ઉત્પાદનમાં સૌથી વધુ વપરાતા કોમન થર્મોપ્લાસ્ટિક પોલિમર એક્રેલોનાઈટ્રાઈલ બ્યૂટાડાઈન સ્ટાયરિન (ABS)ની કિંમત ૧૫૫ ટકા વધીને ૨૭૦ રુપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે. હજુ ડિસેમ્બર ૨૦૨૦જ્રાક્નત્ન તેનો ભાવ માંડ ૧૦૬ રુપિયે કિલો હતો. તેવી જ રીતે PVCના કિંમતમાં પણ બે મહિનામાં ૬૮ ટકાનો વધારો થયો છે. તેના ભાવ ૭૫.૫ રુપિયે કિલોથી હાલ સીધા ૧૨૭ રુપિયે કિલો થઈ ગયા છે.

ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિકસ મેન્યુફેકચરર એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત તુરખિયાના જણાવ્યા અનુસાર, હાલ માર્કેટમાં પોલિમર્સની જોરદાર તંગી વર્તાઈ રહી છે. તેનો ઉપયોગ રમકડાંથી માંડીને ખેતી, હેલ્થકેર અને ફુડ આઈટમ્સને લગતી વસ્તુઓ બનાવવામાં થાય છે. જેના માટે તેમનું એસોસિએશન પેટ્રોકેમિકલ કંપનીઓ દ્વારા ઉભી કરાયેલી કૃત્રિમ અછતને જવાબદાર ઠેરવે છે. તેના કારણે હાલ રાઙ્ખ મટિરિયલનાં કાળાં બજાર પણ થઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે દેશમાં ૨૦ હજાર જેટલા યુનિટ્સ પર હાલ તલવાર લટકી રહી છે.

જુદા-જુદા એસોસિએશનોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, ઈન્ડિયન ઓઈલ, ગેઈલ અને ઓપેલ જેવી સરકારી કંપનીઓની મદદથી નાના તેમજ મધ્યમ કક્ષાના પ્લાસ્ટિક યુનિટ્સને પરવડે તેવી કિંમતમાં કાચો માલ સપ્લાય કરવા માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ ઉપરાંત, એક વર્ષ માટે પ્લાસ્ટિક મટિરિયલની નિકાસ પર પ્રતિબંધ મૂકવા પણ સંગઠનો માગ કરી રહ્યા છે.

(3:58 pm IST)
  • યુરોપિયન યુનિયન દ્વારા હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આવશે: યુરોપીયન દેશોમાં મુસાફરી કરનારાઓ માટે યુરોપીય યુનિયન "ડિજિટલ વેકસીન પાસપોર્ટ" માટે પ્લાન કરી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 10:30 pm IST

  • ટેક્સ બચાવવા વાળા પર સરકારની છે બાજનજર : પકડાઈ જશો તો 10 વર્ષની જેલ અને 300 ટકા દંડ :કાળાનાણાં સામે ઇન્કમટેક્સ વિભાગ કરશે કાર્યવાહી : બ્લેકમની કાયદા હેઠળ 400થી વધુ લોકો સામે કાર્યવાહી કરવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તૈયારી access_time 12:24 am IST

  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST