Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાતમાં બે વર્ષમાં ૧૫૨૦ લૂંટ, ૧૯૪૪ ખૂન : ચોરીના ૨૧૯૯૫ બનાવો

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩ : રાજ્‍યમાં બે વર્ષમાં લૂંટની ૧૫૨૦, ખૂનની ૧૯૪૪, ધાડની ૩૭૦, ચોરીના ૨૧૯૯૫, બળાત્‍કારના ૩૦૯૫, અપહરણ ૪૮૨૯, આત્‍મહત્‍યાના ૧૪૪૧૦, ઘરફોડ ચોરીના ૬૧૯૦, રાયોટીંગના ૨૫૮૯, આકસ્‍મિક મૃત્‍યુના ૨૭૧૪૮, અપમૃત્‍યુના ૪૧૪૯૩, ખૂનની કોશીષના ૧૮૫૩ ઘટનાઓ નોંધાઇ છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા ૪૦૪૩ આરોપી - ઇસમોની ધરપકડ પણ કરવાની બાકી છે. તેમ વિધાનસભામાં લેખિત માહિતી આપવામાં આવી હતી.

રાજ્‍યમાં દૈનિક ૨ કરતાં વધુ લૂંટની, દૈનિક ૩ જેટલી ખૂનની, દૈનિક ૩૦ જેટલી ચોરીની ઘટના, દૈનિક ૪ કરતા વધુ બળાત્‍કારની ઘટના, દૈનિક ૭ જેટલી અપહરણની, દૈનિક ૨૦ જેટલી આત્‍મહત્‍યાની, દૈનિક ૫૭ જેટલી અપમૃત્‍યુના, દૈનિક ૩૭ જેટલા આકસ્‍મિક મૃત્‍યુની ઘટનાઓ નોંધાય છે.

(12:16 pm IST)