Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાતની જનતાએ કોંગ્રેસનો વિણી વિણીને સફાયો કર્યોઃ પ્રજાએ મુકેલો વિશ્વાસ એળે નહીં જાય : વિજયભાઇ રૂપાણી

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભવ્ય જીત બાદ વિજયભાઇ રૂપાણી, સી.આર. પાટીલ સહિતની ઉપસ્થિતિમાં કમલમ ખાતે ભવ્ય વિજય ઉત્સવ

ગાંધીનગર, તા. ર :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહિતના આગેવાનોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન ઘ્પ્ રૂપાણીએ કહ્યુ કે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સીઆર પાટિલે ભાજપમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમલમમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, ઙ્કઆજે પંચાયત મહાનગર પાલિકાના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અગાઉ અટકળો થતી હતી કે શહેરોમાં ભાજપ છે પણ ગામડામાં ભાજપને મત નહી મળે, પરંતુ શહેરો કરતા પણ સારૂ પરિણામ ગામડામાં મળ્યુ છે. ૩૧માંથી ૩૧ જિલ્લા પંચાયત, અમુક નગરપાલિકા જેવી કે મોરબી, ગોંડલ, ધાંગ્રધ્રા ભાજપે કબજે કરી છે. આ રીતે કોંગ્રેસના ઘણા દિગ્ગજ ધારાસભ્ય નિરંજન ભાઇ પેટલાદમાં હારી ગયા. છોટુ વસાવાના દીકરા પણ હારી ગયા. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા, તેનો અર્થ ગુજરાતની જનતાએ જે રીતે જુસ્સાથી કોંગ્રેસના લોકોને વીણી વીણીને સાફ સફાયો કર્યો છે તે દેખાડે છે કે આ ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિત શાહનું ગુજરાત છે.

સી.એમ.રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ઙ્કનરેન્દ્ર ભાઇ જ્યારતી વડાપ્રધાન બન્યા ત્યારથી જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે ગુજરાતને મદદ કરતા રહે છે, લોકોએ એનો પ્રતિસાદ મત રૂપે આપી જે પ્રેમ આપ્યો છે તે ગુજરાતની જનતા, ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધન્યવાદ અને આભાર માનું છું. સાથે સાથે સીઆર પાટિલને અભિનંદન પાઠવુ છું, ગુજરાતના લાખો કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે અને જે વ્યવસ્થા બનાવી હતી તેને કારણે આ વિજય વિક્રમજનક વિજય થયો છે. ભૂતકાળમાં કોઇ પણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનમાં મળી નથી. આટલી બધી બેઠકો પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ અને સીઆર પાટિલના માર્ગદર્શનના નેતૃત્વમાં જે થયુ તે ભાજપની ટીમ અને કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવુ છું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યુ કે, વિકાસની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો અને આ મુદ્દા ઉપર જ વિચલીત થયા વગર આગળ વદ્યા હતા. ૨૦૧૭માં જીત્યા અને સરકાર બની, ૨૦૧૯માં ૨૬માંથી ૨૬ લોકસભા બેઠક જીત્યા, ૨૦૨૦માં કોંગ્રેસનો ગઢ ગણાતી પેટા ચૂંટણીમાં ૮માંથી ૮ બેઠક જીત્યા, ૨૦૨૧માં આપણે બધી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જીત્યા છીએ. ૨૦૨૨માં ફરી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને એ પણ જે મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાય તેનો પાયો નંખાયો છે. સી.એમ. રૂપાણીએ કહ્યુ કે, આવનારા દિવસોમાં નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં ભાજપ ગુજરાતમાં જેને કહીએ કે સર્વવ્યાપી, સર્વસ્પર્શી દરેક સમાજ, દરેક વર્ગના સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઇને આગળ વધશે. અમારી જવાબદારી વધી છે, પ્રજાએ ખુબ પ્રેમ આપ્યો છે, તેમનો વિશ્વાસ એળે નહી જાય તેની ખાતરી પણ આપુ છું, સરકાર ગામડુ હોય કે નગર હોય જ્યા માનવી ત્યા સુવિધા એ અમે પહોચાડીશું અને ગુજરાતના મતદારોની જે અપેક્ષા પુરી કરવા માટે અમે કોલ આપીએ છીએ.

(11:48 am IST)