Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

નર્મદા જિલ્લા પંચાયતની 24 સીટ પર ચૂંટણી લડનાર બીટીપીનો માત્ર એક બેઠક પર વિજય

તાલુકા પંચાયતો માટે 82 બેઠકો પર ચૂંટણી લડી જેમાંથી માત્ર 4 બેઠકો પર સફળતા મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AIMIM સાથે ગઠબંધન કરનાર છોટુભાઈ વસવાની BTP પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયતની 24 બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જોકે એ પૈકી માત્ર એક બેઠક પર તેમની પાર્ટીનો વિજય થયો છે

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો માટે BTP દ્વારા 82 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી જે પૈકી 4 બેઠકો પર તેમની પાર્ટીને સફળતા મળી હતી. નર્મદા જિલ્લા પંચાયતની નવા ગામ બેઠક પરથી BTPના ઉમેદવાર શાન્તાકુલ બેન વસાવાનો વિજય થયો હતો. જ્યારે નર્મદાની તાલુકા પંચયતમાં ડેડીયાપાડા અને સાગબારામાં કુલ 4 ઉમેદવારોને સફળતા મળી હતી.

નર્મદા તાલુકા પંચાયતમાં ડેડીયાપાડાની સિંગલોટી બેઠક પરથી મુળજીભાઈ રોહિતનો વિજય થયો હતો. જ્યારે નવાગામ(ડેડી) પરથી અમરસિંહ વસવાનો વિજય થયો હતો. સાગબરમાં બે ઉમેદવાર – શિવરામ વસવા અને અંજુબેન વસવાનો વિજય થયો હતો. BTPના સહયોગી દળ AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાં કુલ 20 ઉમેદવારોને ટીકીટ આપી હતી જે પૈકી 16 સીટો પર વિજય મેળવ્યો છે

AIMIMએ ગોધરા નગરપાલિકામાં કુલ 8 ઉમેદવારોને ટીકીટ આપી છે,જે પૈકી 7 બેઠકો પર વિજય થયો છે. મોડાસા નગરપાલિકામાં 12 સીટ પૈકી 9 સીટો પર ઓવેસીની પાર્ટીનો વિજય થયો છે.

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં અસદુદિન ઓવેસીની AIMIM પાર્ટીના 20 જેટલા ઉમેદવારો દ્વારા મોડાસા અને ગોધરા નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધવવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતા કુલ 21 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારોનો વિજય થયો હતો. જમાલપુરમાં AIMIMના 4 ઉમેદવારોની પેનલ, જ્યારે મકતમપુરા વોર્ડમાં ત્રણ ઉમેદવારો જીત્યા હતા.

(12:26 am IST)