Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અમદાવાદના રિલીફ રોડ કડિયા કુઇ પાસે જર્જરિત બિલ્ડિંગની અગાસી ધરાશાયી :બાળકી અને તેની માતાનું મોત: એક ગંભીર

જર્જરિત રાજા બિલ્ડિંગની અગાસી ધરાસાઈ : ચાર વર્ષની બાળકી અને તેની માતાનું મૃત્યુ: 13 વર્ષની દીકરીની હાલત ગંભીર

અમદાવાદ શહેરમાં રિલીફ રોડ કડિયા કુઇ પાસે આવેલી રાજા બિલ્ડિંગમાં અચાનક બિલ્ડિંગના ત્રણે માળની છત ધરાસાઈ થઈ ગઈ હતી. અગાસી ધરાસાઈ થવાની ઘટનાને પગલે ત્યાંથી પસાર થઇ રહેલા એક પરિવારના સભ્યો પર આફતનો પહાડ તૂટી પડયો હતો. જર્જરિત રાજા બિલ્ડિંગની અગાસી ધરાસાઈ થવાથી બે વ્યક્તિ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને તેની માતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક 13 વર્ષની દીકરી ની હાલત ગંભીર હોવાથી ફાયર બ્રિગેડની ટિમેં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી. જેમાં ઘાયલ ને બચાવી હોસ્પિટલમાં દાખલ કરાયા આવી છે. પરંતુ હાલ તેની હાલત ખુબ ગંભીર છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ જર્જરિત બિલ્ડિંગની છત ધરાશાયી થવાના મામલે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 

(9:02 am IST)
  • રશીયન વેકસીન મહિનો- દોઢ મહિનામાં મળતી થઇ જશે : નેશનલ કોવિડ ટાસ્‍ફ ફોર્સના ડો.એન.કે. અરોરાએ કહ્યું છે કે રશીયાની સ્‍પુટ નિક-ફાઇવ કોરોના વેકસીન ૪ થી ૬ અઠવાડીયામાં ભારતમાં મળતી થઇ જશે access_time 11:00 am IST

  • જે સીડી પર ચડીને જિંદગીના સૌથી ઉંચા મુકામ પર પહોંચ્યા છીએ શું તેને પાડી દેવી યોગ્ય છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જી-23ના નેતાઓને લખ્યો ખીલ્લો પત્ર : પૂછ્યું કે શું તેઓ પક્ષ બદલવાનો વિચાર કરે છે ? : ખુર્શીદે ઉક્ત નેતાઓને કહ્યું કે આપણે વર્તમાનમાં યોગ્ય સ્થાન શોધવાની બદલે તેના પર ચિંતન કરવું જોઈએ કે ઇતિહાસ એમને કેવી રીતે યાદ રાખશે access_time 12:36 am IST

  • ર૮ કલાકમાં ર,૦૮,૭૯૧ લોકોને કોવિદ રસી અપાઇ : સોમવારે સવારે ૯ થી આજે મંગળવાર બપોરે ૧ સુધીમં ૬૦ વર્ષની વયના ર,૦૮,૭૯૧ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આજે બપોર સુધીમાં દેશભરમાં કુલ ૧ કરોડ ૪૮ લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યુ છે access_time 10:57 am IST