Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ડાકોર નગરપાલિકા પ્રમુખપદે રાજેશભાઇ પટેલની જીતઃ નગરપાલિકામાં ભાજપનો ડંકોઃ ઉપપ્રમુખપદે જયોત્‍સનાબેન પટેલ ચૂંટાયા

ડાકોરઃ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગ્‍યો છે પ્રમુખપદે રાજેશભાઇ પટેલની ૧૫ મતે થઇ છે ઉપપ્રમુખપદે જયોત્‍સનાબેન પટેલ ચૂંટાયા છે.

 કે,આ ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથો પડ્‍યા હતા. ભાજપના ત્રણ પૂર્વ પ્રમુખો અલગ-અલગ થયા હતા. જેમા ભાજપ દ્વારા પૂર્વ પાલિકા પ્રમુખ રાજેશભાઈ પટેલને પ્રમુખ અને જયોત્‍સનાબેન પટેલને ઉપપ્રમુખ તરીકે ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્‍યા હતા.

આ ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્‍ય કાંતિભાઈ પરમાર અને અમૂલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્‍ય રામસિંહ પરમારની શાખ દાવ પર લાગી હતી. ત્‍યારે હવે આ ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આ ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ ભાજપના ૨ પૂર્વ પ્રમુખો સહિત ૭ સભ્‍યોએ કર્યકરો સાથે પક્ષમાંથી રાજીનામાની ચીમકી ઉચ્‍ચારી છે.

(11:26 pm IST)