Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મહેસાણા પોસ્‍ટઓફિસમાં પાસપર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભઃ આણંદ બાદ મહેસાણામાં પાસપોર્ટ સુવિધાઃ પાસપોર્ટ કાર્યવાહી માટે અમદાવાદ સુધી ધક્કા નહી ખાવા પડે

મહેસાણાઃ રાજયના મુખ્‍ય શહેર ઉપરાંત નાના સેન્‍ટરમાં પણ પાસપોર્ટ કેન્‍દ્રની શરૂઆત રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મહેસાણામાં વધુ એક પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો  આજથી પ્રારંભ કરાયો છે.

મહેસાણાવાસીઓને હવે પાસપોર્ટની કાર્યવાહી માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.મહેસાણામાં નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ અને સાંસદ જયશ્રીબહેન પટેલે જિલ્લા પોસ્‍ટ ઓફિસ ખાતે પોસ્‍ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ કર્યો હતો...

 મહેસાણા જિલ્લામાં વિદેશ કામકાજ, પ્રવાસ અને શિક્ષણનું પ્રમાણ વધુ રહે છે. ત્‍યારે શહેર સહિત જિલ્લાના નાગરિકોને પાસપોર્ટની સુવિધાઓ દ્યરઆંગણે મળી રહેવાની સાથે સમય અને નાણાંની બચત થશે. મહેસાણામાં પાસપોર્ટ ઓફિસથી નાગરિકોને ફરિયાદો અને સમસ્‍યાઓના નિવારણ કરવા માટે વધુ સરળતા રહેશે.

આ કેન્‍દ્રનો પ્રારંભ કરાવીને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મહેસાણા જિલ્લાના અનેક લોકોને પાસપોર્ટ કઢાવવા અમદાવાદ સુધી જવું પડતું હતું પરંતું હવે મહેસાણા જીલ્લાના નાગરિકોને નવો પાસપોર્ટ અહીંથી જ મળશે અને પાસપોર્ટ રીન્‍યુ પણ અહીંથી થઇ શકશે. કે મહેસાણા જીલ્લામાંથી દર વર્ષે ૨૫ હજાર જેટલા લોકોને પાસપોર્ટ કઢાવવા અમદાવાદ જવું પડતું હતું.

(10:38 pm IST)