Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વડોદરાની પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલની યુનિવર્સિટીના કર્મચારી હરીશ રાણા અપમૃત્યુ કેસમાં પૂછપરછ

વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીના કર્મચારી હરિશ રાણાનું હૃદયરોગના હૂમલામાં મોત થયા બાદ આ પ્રકરણમાં પોલીસે પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલની પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શનિવાર પારૃલ યુનિવર્સિટીના કર્મચારી હરિશ રાણાએ પારૂલ યુનિ.માં ચાલતા ગોરખધંધા અંગે 8 પાનાનો પત્ર લખ્યા બાદ કારમાથી તેનો મૃતદેહ મળ્યો હોવાના બનાવ અંગે સયાજીગંજ પોલીસે પારૂલ યુનિ.ના સંચાલક દેવાંશુ પટેલની પૂછપરછ કરી છે, પરંતુ તેમણેે હરિશ પર કમિશન લીધુ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પારૃલ યુનિ.ના કર્મચારી હરિશ રાણાના ગઇ તા.૨૦--૨૦૧૮ના રોજ કારમાં થયેલા મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું ખૂલ્યુ છે.પરંતુ તેમણે લખેલા ૮ પાનાના પત્રની રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ થાય તો શિક્ષણ જગતમાં ભૂકંપ સર્જાઇ શકે તેમ છે. પત્રમાં એમ લખ્યુ હતુ કે, મારી પેનડ્રાઇવમાં પારૃલના તમામ સ્ટાફના પગારની રકમોની વિગતો સમાવી છે અને તે જોવાશે તો બધુ જ બહાર આવી જશે.પોલીસે ૩ પેનડ્રાઇવ કબજે કરી ફોરેન્સિક લેબમાં મોકલી છે.

બીજી તરફ હરિશ રાણાએ પત્રમાં સ્પષ્ટ લખ્યુ છે કે,સાંઇટ્રેડર્સને તેના કહેવા મુજબ કામ ન કર્યુ તેને કારણે કમિશન માંગુ છુ તેવો ખોટો આરોપ મુક્યો છે. યુનિ.મેનેજમેન્ટે રૃા..૨૦ લાખ મળ્યાનું કોરા કાગળ પર લખાણ લખાવ્યુ છે અને આ રકમ પંકજભાઇને આપી દેવાંશુ સરને મેસેજ મોકલી આપ્યો છે.

સયાજીગંજના પીઆઇ હરેશ વોરાએ પારૃલ યુનિ.ના સંચાલક દેવાંશુ જયેશભાઇ પટેલનો જવાબ લેતા તેણે લખાવ્યુ હતું કે, હરિશ વેપારીઓ પાસે કમિશન લેતો હોવાની ફરિયાદ મળી હતી. જેની તપાસ કર્યા બાદ હરિશે કમિશનની રકમ પરત કરી હતી. આ રકમ બે વેપારીને રિટર્ન કરી છે અને તેમણે રકમ મળ્યાનું લખાણ પણ આપ્યુ છે.પોલીસે બંને વેપારીના નિવેદન લેતા તેમણે પણ હરિશ પર દોષારોપણ કર્યુ હતુ.

(6:18 pm IST)