Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સુરતમાં સગીરા ઉપર ૪ મિત્રોનું દુષ્‍કર્મ

સુરતઃ ૧પ વર્ષીય સગીરા ઉપર ચાર શખ્સોઅે દુષ્‍કર્મ આચરતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અઠવાલાઈન વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરાને તેના એક મિત્રે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાધ્યા હતા. તે પછી આ સગીરાને યુવકે તેના અન્ય ત્રણ મિત્રો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ ચારેય મિત્રોએ સગીરા પર ચાર-ચાર મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આખરે પ્રેમી અને તેના મિત્રોની હરકતોથી કંટાળેલી સગીરાએ પરિવારને જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવારજનો દ્વારા આ મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં સગીરાના પ્રેમી સહિત ચારેય મિત્રો સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધું તપાસ હાથ ધરી છે. જો કે હાલ આ આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે. પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:34 pm IST)