Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સુરતમાં પાનના ગલ્લાવાળા પાસેથી રાત્રિના દુકાન બંધ કરાવવાના બહાને હપ્તો વસુલાયોઃ પોલીસનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

સુરતઃ સુરતમાં પોલીસ પાનના ગલ્લાવાળા પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કર્મચારી સામે પ્રશ્નો ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અડાજણ પોલીસ હપ્તા લેતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલમાં થતાં ખળભળાટ મચી ગયો છે. પાનના ગલ્લાવાળા પાસે હપ્તો ઉઘરાવતી પોલીસ CCTVમાં કેદ થઇ છે.

રાત્રે 11:30 વાગ્યે ગલ્લો બંધ કરવાના બહાને અડાજણ પોલીસ તોડ કરવા આવી હતી. અને અડાજણ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર પાનના ગલ્લાવાળા પાસે હપ્તો ઉઘરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતા અને પોલીસની કામગીરી પર શંકા સર્જાઇ રહી છે. પોલીસની છાપ શું આવી જ રહેશે? પોલીસનું પેટ ભરાતુ નથી?

(5:28 pm IST)