Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

બનાસકાંઠામાં ડીસા પોલીસનું કાર્ડ બતાવી લૂંટનો પ્રયાસ થતા પોલીસ બેડામાં ચકચાર

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં પોલીસનું કાર્ડ બતાવી લૂંટના પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાહનમાં આવેલા શખ્સોએ રાજસ્થાનથી પૂના જતાં કારને ટક્કર મારીને લૂંટનો ચોંકાવનારો બનાવ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં એક વાહનને આગ ચાંપી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

રાજસ્થાનથી પૂના જતાં વ્યક્તિને ગુજરાતમાં લૂંટવાના પ્રયાસમાં જે વ્યક્તિનું નામ અને ફોટો છે. તે ગુજરાત પોલીસમાં જ છે કે પછી તેના નામનો ઉપયોગ કરીને ખોટી આઈકાર્ડ બનાવવામાં આવ્યું છે એ તપાસનો વિષય છે. છતાં આઈકાર્ડમાં બનાસકાંઠાના એસપીના સિક્કા અને સહી સાથે લખેલા આઈકાર્ડમાં વિગતો અનુસાર માનસંગભાઈ રત્નાભાઈ નામ લખેલું જોવા મળે છે. 

(4:45 pm IST)