Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

તાપી જિલ્લાના ઉકાઈ રોડ પર ટેમ્પો પલ્ટી ખાઈ જતા 2 મહિલા મજૂરના મોત :7 ઘાયલ

ટેમ્પો ચાલક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત :ઇજાગ્રસ્તોને સોનગઢ હોસ્પિટલે ખસેડાયા

તાપી જિલ્લાનાં ઉકાઈ રોડ પર ટેમ્પો પલટી જતાં 2 મહિલા મજૂરના મોત નિપજ્યા છે જયારે અન્ય 7 લકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું બહાર  આવ્યું છે.

  અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા વાહનોના પૈડા થંભી જવા પામ્યા હતા અને અકસ્માતમાં ભોગ બનનારી મદદે આસપાસના લોકો દોડી આવ્યા હતા.જો કે ઘટનાની પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે ડ્રાઇવરની બેદરકારીને કારણે ઘટના બનવા પામી હતી.

(9:19 am IST)