Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામમાં કેટલાક સમયથી દીપડા એ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે, ત્યારે ફરી એક વાર દીપડાએ વધુ એક વાછરડી નું મારણ કર્યું છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર ગારદા ગામના પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજ ભાઈ રાશલભાઈ વસાવાને ભાગે આપી હતી, ત્યારે  તા.૦૨, ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ અંદાજિત સવારે ૧:૩૦ વાગ્યાની સુમારે ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજભાઈ રાશલભાઈ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડા એ વાછરડીનું મારણ કર્યું હતું, અને જેવી દીપડા પર બેટરી પડી દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને દીપડાનાં આતંકથી ગારદા ગામના પશુપાલકોમાં ભારે ભય નો માહોલ ફેલાયો છે,આ ઘટના બાદ પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાએ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:04 pm IST)