Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વોટર બોટલ અને રમતોત્સવના નામે કૌભાંડ !!: વિપક્ષે કર્યો આક્ષેપ

વોટર બેગના બદલે વોટર બોટલ પધરાવી પ્રતિ બોટલ દીઠ પંદર રૂપિયાનું કૌભાંડ

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વોટર બોટલ તેમજ રમોત્સવ નામે કૌભાંડ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે .જો કે આ આક્ષેપોને સમિતિની ચેરમેને તદ્દન પાયાવિહોના અને ખોટા ગણાવ્યા છે.

  વિપક્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોટર બેગના બદલે વોટર બોટલ પધરાવી પ્રતિ બોટલ દીઠ પંદર રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાયો છે.વિપક્ષનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ગણવેશ, વોટરબેગ સહિત વિવિધ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે સેફટી વેન્ડર અને કન્વીનરને બ્લેકલીસ્ટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(9:37 pm IST)