Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

સુરતમાં પૈસાના ઝઘડામાં ચાઈનીઝ લારીધારક યુવકની હત્યાના ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

લિંબાયત પોલીસે હત્યાના ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના ગોદાડરા વિસ્તારમાં જમવાના પૈસા બાબતના ઝગડામાં ચાઇનીઝની લારી ધારક યુવાનની હત્યાના ગુનામાં પોલીસે મુખ્ય સુત્રધારને ઝડપી પાડયો છે. અગાઉ આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

સુરતના ગોડાદરાના આસપાસ વિસ્તારમાં ખોડીયાનગરમાં રહેતા ભાર્ગવ યશવંત ચૌધરી ગોડાદરા શ્રીજી આર્કેડ પાસે ચાઈનીઝ નાસ્તાની લારી ચલાવતાં હતાં. તેમની લારી પર જમવા આવેલાં અસામાજીક તત્વોએ જમવાના પૈસા બાબતે ઝગડો કર્યો હતો. તેમણે લારીમાં તોડફોડ કરવાની સાથે ભાર્ગવને ચપ્પુના ઘા મારી દીધાં હતાં. ઇજાગ્રસ્ત ભાર્ગવનું સારવાર દરમિયાન મોત થયું હતું.

     લિંબાયત પોલીસે હત્યાના ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસને ચકમો આપી નાસતા ફરતાં મુખ્ય આરોપી દીઓક ઉરે દિપુ પવન પાંડેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં અસામાજીક તત્વોના વધી રહેલાં આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે

(9:37 pm IST)