Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોધરા : મીની લકઝરી બસે બે જીપને અડફેટે લીધા પછી પલટી ખાતા ૧૩ને ઇજા

ગોધરા :  રાજયના ગોધરાથી સંતરામપુર મુસાફરોને લઇ જતી ખાનગી મીની લકઝરી નારાપુર પાસે પલટી ખાઇ જવા પામેલ હતી. જેમાં ૧૩ મુસાફરોને નાની મોટી ઇજા થવા હોસ્‍પિટલે ખસેડાયા છે.

લકઝરી આગળ જતી બોલેરો સાથે અકસ્માત બાદ લકઝરી રોડ ઉપર પલટી ખાતા મુસાફરોમાં અફડા તફડી મચી હતી. બીજી તરફ ટ્રાફિક જામ થઇ ગયુ હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

ગોધરાથી સંતરામપુર મુસાફરોનુ વહન કરતી ખાનગી મીની લકઝરી બસ શનિવારે સંતરામપુર તરફ જઇ રહી હતી. વેળાએ સંતરોડથી મોરવા () રોડ ઉપર નારાપુર પાસે માર્ગ ઉપરથી પસાર થતી બોલેરો સાથે લકઝરીને અકસ્માત સ્જાયો હતો. લકઝરી આગળ જઇ રહેલી બોલેરો સાથે અકસ્માત કેવી રીતે કેમ સર્જાયો જાણી સાથે અકસ્માત કેવી રીતે કેમ સર્જાયો જાણી શકાયુ નહોતું. પરંતુ બોલેરો સાથેના અકસ્માત બાદ લકઝરી મુસાફરો ભરેલી હાલતમાં રોડ ઉપર પલટી ખાઇ ગઈ હતી. જેને લઇ મુસાફરોમાં અફડા તફડી મચી ગઇ હતી.

અંદર બેઠેલા અંદાજીત ૨૦ મુસાફરો પૈકી ૧૩ મુસાફરોને નાની- મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી ૧૦૮ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બનાવના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયુ હતું. બીજી તરફ લોકટોળા એકત્ર થઇ ગયા હતા.

ગોધરાથી સંતરામપુર રૃટ ઉપર મુસાફરોનું વહન કરતી ખાનગી મીની લકઝરીનો ત્રણ દિવસમાં બીજો અકસ્માત થયો છે. જે પણ સંતરોડ- સંતરામપુર રોડ ઉપર થયો છે. જેને લઇ લકઝરી સંચાલકોની દશા બેઠી હોવાની ચર્ચાઓ વચ્ચે મુસાફરોમાં સતત ફફડાટ અને દહેશત રહેતી હોવાનું અકસ્માત સ્થળે લોકમુખે ચર્ચાય રહ્યુ હતું.

નારાપુર પાસે લકઝરી રોડ ઉપર પલટી ખાઇ જતાં મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જો લકઝરી રોડની સાઇના ખાડામાં પટકાઇ હોત તો જાનહાની થવાની સંભાવનાઓ પ્રબળ હતી.

(12:42 am IST)