Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કોંગ્રેસનું આઇટી સેલ લોકસભા ચુંટણી માટે સજ્જ બન્‍યુ

આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિની ચર્ચા વિચારણા કરવા અંગે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ ભવનમાં એક અગન્‍ટની બેઠકનું આયોજન

અમદાવાદ :  કોંગ્રેસનું આઇટી સેલ લોકસભા ચુંટણી માટે સજ્જ બન્‍યુ છે. તેમજ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિની ચર્ચા વિચારણા કરવા અંગે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ ભવનમાં એક અગન્‍ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તા સહિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન રોહન ગુપ્તાએ અમદાવાદ આઈટી સેલની બેઠકને સંબોધતા જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં શહેરના આઈટી સેલના યોદ્ધાની મહેનતના કારણે કોંગ્રેસ પક્ષને ઘણો ફાયદો થયો અને ભાજપ સામે મજબુત પ્રતિકાર આપવામાં મોટો સહયોગ પ્રાપ્ત થયો છે. સાથે તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત ચુંટણી દરમિયાન પક્ષના નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે આઈટી સેલના લોકોએ રાત-દિવસ જોયા વિના ખૂબ મેહનત કરી. તેમજ આગામી દિવસોમાં પણ આપણે ભાજપના ભ્રામક પ્રચારને સોશિયલ મીડિયાના માધ્યમથી નેસ્તે નાબુદ કરવાની ઝુંબેશ હાથ ધરવાની છે. તેમાં આઈટી સેલના યોદ્ધાઓની મહેનત ખૂબ અગત્યનો ભાગ ભજવવાની છે.

રોહન ગુપ્તાએ વધુમાં જણાવ્યુ કે, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી માટે અત્યારથી કાર્યરત થવાનુ છે.

ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સહિતની અનેક ચુંટણીમાં આઈટી સેલની મહત્વની ભૂમિકા રહેશે. મહત્વનુ છે કે, ગુજરાત વિધાનસભાના ચુંટણી પ્રચાર દરમિયાન ગુજરાત કોંગ્રેસ આઈટી સેલ દ્વારા વિકાસ ગાંડો થયો છે, જેવા અનેક સોશિયલ મીડિયા કેમ્પેઈન અને વીડિયો કેમ્પેઈન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.

(12:42 am IST)