Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કેદી મહિલા સાથે હાલોલ સબ જેલમાં કઢંગી હાલતમાં પકડાયો

હાલાલોઃ એક માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસ મથક અને હાલોલ વિભાગમાં કાર્યરત સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર દ્વારા આજના સવારના સમયે હાલોલ સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે ગુજરાત રાજ્યના અનેક પોલીસ મથકોના પ્રોહીબીશન ના ગુનાઓમાં સંડોવાયેલો અને કુખ્યાત બુટલેગર અશોક પરમાર ઉર્ફે અશોક પાલનપુરી સબજેલની ઉપરના મજલે જોવા મળ્યો હતો . જે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા કાચા કામનો આરોપી અશોક પરમાર ઉર્ફે અશોક પાલનપુરી સબજેલ ની ઉપરના મજલે આવેલ એક અવાવરું ઓરડામાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો . જે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે , તેમજ હાલોલ સબજેલ પર ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ સામે પણ ફરજમાં બેદરકારી તેમજ આરોપીને ઉચ્ચ અધિકારીની મંજુરી વગર બેરેકને બહાર કાઢવા બદલ ગુન્હો નોધવામાં આવ્યો છે તેમજ પોલીસ દ્વારા પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે ઝડપાયેલી મહિલા કોણ છે અને તે સબજેલની ઉપરના મજલે કેવી રીતે પહોંચી ? તેમજ કેટલા સમયથી મહિલા અહિયાં આવતી હતી.

હાલોલ સર્કલ પી આઈ હાલોલ સબ જેલ માં તપાસ માં હતા તે દરમિયાન ગુજરાત રાજ્યના અનેક પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી અશોક પરમાર એક મહિલા મધુબેન પરમાર સાથે કઢંગી હાલતમાં ઝડપાયો હતો જે બાબતે હાલ ૨ પોલીસ કર્મીઓ વિરુધ પણ ફરજમાં બેદરકારી બદલ ગુનો નોધવામાં આવ્યો છે . અને મહિલા બાબતે વધુ તપાસ હાલોલ ટાઉન પી આઈ ને સોપવામાં આવી છે

(12:40 am IST)