Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

નગરપાલિકા ચૂંટણીને લઇ ઉમેદવારો ભારે આશાવાદી

૧૭મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાશેઃ ઉમેદવારી પત્ર સ્વીકારવાની તારીખ પૂર્ણ :હવે પાંચમીએ ઉમેદવારી પત્ર ચકાસણી :ભાજપ કોંગ્રેસ લડાયક મુડમાં

અમદાવાદ,તા. ૩, ગુજરાતમાં ૭૫ નગરપાલિકાની ચૂંટણીને લઇને બાજપ અને કોંગ્રેસે જોરદાર તૈયારી જારી રાખી છે.આજે ઉમેદવારી પત્રો સ્વીકારવાન છેલ્લી તારીખ હતી. હવે પાંચમી ફેબ્રુઆરના દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. છઠ્ઠી ફેબ્રુઆરી સુધી  ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તમામ ઉમેદવારો ભારે આશાવાદી બનેલા છે. ૧૭મી ફેબ્રુઆરીના દિવસે યોજાનાર મતદાનને લઇને પંચે પણ તમામ તૈયારી કરી લીધી છે. ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા ૨૩મી જાન્યુઆરીના દિવસે  રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આ ચૂંટણીને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.  ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે. હાલમાં  સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે. આ અંગે રાજયના ચૂંટણી આયોગ સચિવ મહેશ જોષીએ જણાવ્યું હતું કે, રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામુ રજૂ કર્યુ છે.

 ૧૭મીના દિવસે  સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે.   જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની તા.૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે તા.૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.  સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઇ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવાની જાહેરાત પણ કરાઇ હતી.  

(9:37 pm IST)