Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મહેસાણામાં ધો.નવની બે છાત્રાએ ઇકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીનની શોધ કરી : માત્ર રૂ.૫માં તૈયાર થાય છે

આધુનિક યુગમાં મલ્ટીનેશનલ કંપનીઓ સેનેટરી નેપકીનને વધુ વૈજ્ઞાનિક અને હાઈજેનીક હોવાનો દાવો કરે છે. ભારતમાં લગભગ ૪૨.૬ મીલીયન સ્ત્રીઓમાંથી લગભગ ૧૨ ટકા સ્ત્રીઓ ડિસ્પોઝેબલ સેનેટરી નેપકીન વાપરે છે અને વિકસિત દેશોમાં લગભગ સો એ સો ટકા સ્ત્રીઓ સેનેટરી નેપકીન વાપરે છે. તેવામાં ભારતમાં ગરીબ મહિલાઓને પણ સસ્તા ભાવે અને ઇકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન મળી રહે તેવી શોધ મહેસાણાની ધોરણ ૯માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ કરી છે.

મહેસાણાની ધોરણ ૯માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ ઇકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન એટલેકે પેડની શોધ કરી છે. જેમાં કેળાના નકામા થડમાંથી મળતા રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે, તેમાં ઓબ્ઝર્વની ક્ષમતા વધુ હોય છે. ત્રણેક મહિનાના રીસર્ચ બાદ આ વિદ્યાર્થીનીઓને ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ્સ બનાવવામાં સફળતા મળી છે. જે કોઈપણ રીતે પર્યાવરણને નુકસાન કરતા નથી.

ઇકો ફ્રેન્ડલી પેડ માત્ર પાંચ રૂપિયામાં તૈયાર થતું હોવાથી ભારત દેશની ગરીબ મહિલાઓ પણ તેને સહેલાઇથી ઉપયોગ કરી શકશે. એક સર્વે પ્રમાણે ભારતમાં ૮૦ ટકા મહિલાઓ મોદ્યા સેનેટરી નેપકીન એટલે કે, પેડનો ઉપયોગ કરી શકતી નથી. કારણ કે, એની કિંમત તેમને પરવડતી નથી. ટીવીમાં જાહેર ખબરોમાં જોવા મળતા આ પેડ્સ મોઘા હોય છે. તેની જાહેરાત પાછળ કરોડો ખર્ચાય છે. ભારતની દરેક મહિલા ડિસ્પોઝેબલ પેડ વાપરે તો દર વર્ષે લગભગ ૫૮ બિલીયન વપરાયેલા સેનેટરી નેપકીનનું વેસ્ટ મેનેજમેન્ટ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય.

મહેસાણાની ધ્રુવી અને રાજવીએ પોતાના શિક્ષકના માર્ગદર્શન સાથે તૈયાર કરેલા આ સેનેટરી પેડનો પ્રોજેકટ વડોદરામાં ઘ્ગ્લ્ઘ્ ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદગી પામ્યા હતા. આગામી ફેબ્રુઆરીમાં તેઓ દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરશે. હવે આ પ્રોજેકટને એક ગૃહ ઉદ્યોગના રૂપમાં યુનિટ શરુ કરવા શાળાના સંચાલકો વિચારી રહ્યા છે.

(8:12 pm IST)