Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વડોદરામાં ર લાખના દારૂ સાથે ૧ ની ધરપકડઃ ૧ ફરાર

વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી બાદ પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઇ રહયો છે. ત્યારે વડોદરામાં પોલીસે ર લાખના દારૂ સાથે ૧ શખ્સની ધરપકડ કરતા સનસનાટી મચી ગઇ છે.

ગુજરાતની સંસ્કારી નગરીની ઓળખ ધરાવનાર વડોદરા ખાતેથી વિદેશી દારૂ ભરેલ એક પસાર થવાની બાતમી પોલીસ બેડાને મળી હતી જેના કારણે પોલીસે બંદોબસ્ત ગોઠવતા એક કાર શંકાસ્પદ હાલતમાં નજરે ચડતા તેને અટકાવવામાં આવી હતી.

આ કારમાં સવાર ચાલકનેની કડક પુછપરછ કરી કારની તપાસ હાથ ધરાતા ૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડેલ આ સાથે કાર સહિત કુલ ૬ લાખની કિંમતનો માલ પોલીસે પકડીને આ દારૂ કયાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોના કહેવાથી લાવવામાં આવી રહ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

(5:23 pm IST)