Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મહેસાણાના સતલાસણામાં લંપટ આચાર્યએ વિદ્યાર્થિનીની છેડતી કરતા પોલીસ ફરિયાદ

મહેસાણા:જિલ્લાના સતલાસણા મોડેલ સ્કૂલમાં શાળાના આચાર્ય એ આદીવાસી છાત્રા ઉપર કરેલ દુષ્કર્મના પ્રયાસની ઘટના ઉજાગર થતાં સમગ્ર શિક્ષણ આલમમાં આ લાંછનરૃપ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડયા હતા. સમગ્ર શિક્ષણ જગત ખળભળી ઉઠયુ હતુ. છાત્રાના વાલી વારસોએ ગઈ તા.ર૪.૧.ર૦૧૮ ના રોજ કરેલી પોલીસ ફરીયાદને પોલીસે અરજી સ્વરૃપે સ્વીકારી સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દીધો હતો.

પોલીસને ગુરૃવારે નવમા દિવસે એસ.સી.એસ.ટી. સેલ મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષકએ છાત્રાની ફરીયાદના આધારે મોડેલ સ્કૂલના આચાર્ય સતીષ બારેવડીયા પર ગુનો નોંધી તેમના ઉપર ફ.૦૩/૦૧૮ ઈપીકો ક.૩પ૪, પ૦૬ (ર) તથા એટ્રોસીટી એક્ટ ક.૩ (૧)(આર), ૩(ર) (પઅ), ૩(૧) (ડબલ્યુ)(આઈ) મુજબ ગુનો નોંધ્યો હતો. ફરીયાદી છાત્રાએ ફરીયાદમાં જણાવ્યું હતુકે વિધાર્થીની હોસ્ટેલમાં હતી તે સમયે આચાર્ય સતીષ બારેવડીયા અહીં આવીને અન્ય વિધાર્થીનીઓને શાળામાં જવાની સુચના આપી હતી. અને ભોગ બનેલ છાત્રાને રોકીને હોસ્ટેલના રૃમમાં લઈ જઈને બળજબરી પૂર્વક કીસ કરવા લાગ્યો હતો. અને છાતી ઉપર હાથ મુકી બાથમાં લઈ લઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તાબે નહી થાયતો જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. વિધાર્થીની આચાર્યના આ હરકતથી છાત્રા એકદમ ગભરાઈ ગઈ હતી.

બુમાબુમ કરતાં આચાર્ય ભાગી છુટયો હતો. સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ થતાં તેવો સ્કૂલમાં દોડી આવ્યા હતા. અને પોલીસ ફરીયાદ આપી હતી. અત્રે નોંધનીય છેકે ગઈ તા.ર૪.૧.ર૦૧૮ ના રોજ આપેલી ફરીયાદ બાદ સતલાસણા પોલીસે કોઈજ કાર્યવાહી કરી નહોતી. પરંતુ ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે તેમ ભોગ બનેલ છાત્રા ઉપર પૈસા પડાવવા તરકટ રચ્યું હોવાનો રાગ આલાપ્યો હતો. સમગ્ર ઘટના સંદેશના પાને ઉજાગર થતાં શિક્ષણતંત્ર તથા પોલીસતંત્ર દોડતુ થઈ ગયુ હતુ. અને અંતે દુષ્કર્મનો પ્રયાસ, પોસ્કો સહિત એટ્રોસીટી એક્ટ સહીતની કલમો અંતગર્ત આચાર્ય સતીષ બારેવડીયા ઉપર ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે આચાર્ય ફરાર થઈ ગયેલ છે.

(5:17 pm IST)