Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બોરસદ તાલુકાના રૂદેલ ગામ શખ્સ દ્વારા નોકરી આપવાની લાલચ આપીને પરિણીતા ઉપર છરીની અણીએ દુષ્કર્મ

સાણંદ : બોરસદ તાલુકાના રૂદેલ ગામના શખ્સે છરીની અણીએ પરિણીતા ઉપર દુષ્કર્મ આચરતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીકના વિદ્યાનગરમાં રહેતી ૨૮ વર્ષની પરિણીતાના પુત્રને અછબડા થયા હોવાથી તે છેલ્લા એક માસથી બોરસદ નજીક ગોરેલ પાસે આવેલ બળીયાદેવના મંદિરે પોતાના પુત્રને લઇને દર્શન કરવા જતી હતી. ત્યારે ૪૫ થી ૫૦ વર્ષના આશરાનો અને ગળા તથા હાથમાં સફેદ કોઢના ડાઘવાળો શખ્સ આવી પોતાની ઓળખ પ્રકાશ તરીકે આપી પોતે રૂદેલ ગામમાં રહે છે અને પોલીસ મથકમાં નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી. જેથી નોકરી અપાવી દઇશ તેવી લાલચ આપી પોતાના બે મોબાઇલ ફોનના નંબર આપી વારેઘડીએ ફોન પર વાતો કરતો હતો. દરમ્યાન ગતરોજ પરિણીતાને નોકરી આપવાની વાત કરી બોલાવી હતી.ત્યારે પ્રકાશે મોટરસાઇકલ પર પરિણીતાને બેસાડી જુદીજુદી જગ્યાએ ફેરવી હતી અને સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે પરિણીતાને રૂદેલ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં લઇ જઇ ચપ્પુ બતાવી ખેતરમાં આવેલી ઝુંપડીમાં લઇ જઇ પરિણીતા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પરિણીતા જેમ તેમ કરીને રોડ પર આવી હતી અને માર્ગ પરથી પસાર થતા કારના ચાલકને અટકાવી તેની ગાડીમાં બેસી કારચાલકને હકિકત જણાવતા અજાણ્યા કારચાલક પરિણીતાને બોરસદ રૂરલ પોલીસ મથક લઇ જતા પોલીસ પરિણીતાની ફરિયાદના આધારે ૪૫ થી ૫૦ વર્ષના આશરાના કોઢવાળા પ્રકાશ નામના શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:36 pm IST)