Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમદાવાદમાં માતાએ ઠપકો આપતા એનઆરઆઇ મહિલાનો આપઘાત : અન્ય ઘટનામાં ૨ યુવતિ અને એક યુવકે જીવ દીધા

અમદાવાદ : અમદાવાદમા મહિલાના આપઘાત અંગે  પોલીસે તપાસ હાથ ધરી છે. અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી અને નવેમ્બર ૨૦૧૦માં અમદાવાદ ખાતે તેમની માતાને ત્યાં માનસીક ડીપ્રેશનની બિમારીની સારવાર માટે આવેલી એનઆરઆઇ  મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. મોડી રાત્રે પાર્ટીમાંથી પરત આવતા  તેમની માતાએ ઠપકો આપતા લાગી આવતા તેમજ માનસિક બિમારી હોઇ તેઓએ આત્મહત્યા કરી હોવાનું  પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સરખેજ પોલીસે હાલ અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

નીતલબેન અશોકભાઇ ગાંધી(ઉ.વ.૪૦) વર્ષ ૨૦૦૮થી અમેરિકા રહેતા હતા. તેઓ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા. ત્રણ વર્ષથી તેઓના છુટાછેડા થયા છે. માનસિક ડિપ્રેશનમાં તેઓ રહેતા હતા. નવેમ્બર ૨૦૧૭માં તેઓ હાર્મિટેજ વિલા, બોપલ રોડ ખાતે બિમારીની સારવાર કરાવવા માટે આવ્યા હતા. ગત મંગળવારે રાત્રે બે વાગ્યે નીતલબેન તેમના મિત્રની પાર્ટીમાંથી ઘરે પરત ફર્યા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતા તેમની માતાએ ઠપકો આપ્યો હતો. તેઓ માનસિક બિમારીથી પણ પીડાતા હતા. જેથી બીજા માળે મોડી રાત્રે બાથરૂમની છતમાંથી ચુંદડીથી ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જયારે આંબલી, શહેરકોટડા અને રામોલ વિસ્તારમાં આત્મહત્યાના બે બનાવ બન્યા હતા. સરખેજ વિસ્તારામાં આંબલી રોડ પર આવેલ હાર્મિટેજ વિલા ખાતે રહેતી નિતલબહેન  અશોકભાઇ ગાંધી નામની યુવતી છેલ્લા ઘણાં વખતથી ડિપ્રેશનથી પીડાતી હોઇ તેને મોડી રાત્રે પોતાના ઘરમાં જ પંખાના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.શહેરકોટડા વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ ત્રણ રસ્તા નજીક આવેલા આશાપુરા ફલેટમાં રહેતા ડેનિયલ ઉર્ફે અલ્પેશ અંકુરભાઇ રાજવંશ નામના યુવાને પણ સાંજના છ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેમજ રામાલમા ચાર રસ્તા નજીક સત્યમ આવાસ યોજનાના મકાનમાં રહેતી લક્ષ્મીબહેન દલપતરામ  પરમાર નામના યુવતીએ માનસીક બીમારીથી કંટાળી જઇ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

(8:35 pm IST)