Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ખેડા જિલ્લામાં વરસાદ-માવઠામાં ખેડૂતોના ખેતીપાકને નુકશાન થતા સરકાર મદદરૂપ: 21.95 કરોડની સહાય ચુકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી

ખેડા:જિલ્લામાં ઓકટોબર-નવેમ્બર-૨૦૧૯માં થયેલ ભારે વરસાદ-માવઠાના કારણે ખેડુતોના ખેતીપાકોને મોટા પ્રમાણમાં નુકસાન સામે સરકાર દ્વારા ખેડુતોને મદદરૂપ થવાના ઉમદા આશયથી કુષિ પેકેજની જાહેરાતત કરી પાક નુકશાની સહાય મેળવવા માટે તા.૩૦-૧૨-૧૯ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓન લાઇન અરજીઓ ગામના કોમ્પ્યુટર ઓપરેટર-વીસીઇ પાસે ભરાવવાનુ નિયત કરેલ હતુ.

સમય મર્યાદામાં જિલ્લાના કુલ,,૦૭,૬૦૧ ખેડુતોએ ઓનલાઇન અરજીઓ કરાવી તા.--૨૦૨૦ સુધીમાં કુલ ૨૮,૬૯૯ ખેડુતોને રૂા. ૨૧, ૯૫, ૦૨, ૧૧૧ નુ ચૂકવણુ કરવામાં આવેલ છે. પાક નુકસાની માટે સમયસર અરજી કરી શક્યા નથી તેવા બાકી રહેલા ખેડુતો માટે સરકાર દ્વારા ખેડુતોના હિતમાં અરજી કરવાની મુદતમાં તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૦ સુધી વધારો કર્યો છે.ખેડા જિલ્લાના જે ખેડુતો પાક નુકસાની માટે અરજી કરવામાં બાકી રહી ગયા છે તેવા ખેડુતભાઇઓ-બહેનો અરજી ફોર્મ સાથે /,/૧૨, આધારકાર્ડ, બેંકપાસના પ્રથમ પાનાની ઝેરોક્ષ, આઇએફએસસી કોડ વંચાય તેવી નકલ અને /૧૨માં પાકની નોંધ હોય તો પાક વાવેતર અંગેનો તલાટીનો દાખલો,સંયુક્ત ખાતુ હોય તો સંમતિપત્રક અથવા કબુલાતનામુ આપી નિયત તા.૧૪--૨૦૨૦ સુધીમાં જિલ્લાના લાભ મળવાપાત્ર તમામ બાકી ખેડુતોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ છે.

(5:02 pm IST)