Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૬ વર્ષ અગાઉની 85.78 લાખની ગેરરીતિનો આરોપી ઝડપાયો

જે-તે વિભાગના સંસાધનો તથા નાણાં પોતાના અંગત કામે કરી વાપરી નાખ્યાનો આરોપ

મોડાસાઃ અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે આવેલ ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૬ વર્ષ અગાઉ રાસાયણિક ખાતર વિભાગ, બિયારણ વિભાગ, અમુલ પર્લર, ખેત ઓજાર વિભાગમાં કામ કરતા કર્મચારીઓ તથા પટાવાળાઓ સાથે મળી એક-બીજાના મેળાપણાથી જે-તે વિભાગના સંસાધનો તથા નાણાં પોતાના અંગત કામે કરી વાપરી કુલ રૂા . ૮૫ , ૭૮ , ૦૩૬ ની ગેરરીતી આચરી ઉચાપત કરી હતી. આ કૌભાંડને કારણે સહકારી સંસ્થાઓમાં ખળભળાટ મચ્યો હતો.

  આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓમાંથી હેલોદરનો કરણસિંહ જવાનસિંહ પગી નામનો શખ્શ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો હતો આ ૮૫.૭૮ લાખના કૌભાંડમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

  અરવલ્લી જીલ્લા એસપી મયુર પાટીલે પેરોલ ફર્લો સ્કોડને જીલ્લામાં ગુનો આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માર્ગદર્શન આપતા માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હતા. માલપુર ચાર રસ્તા નજીક પેરોલ ફર્લો પોલીસ જીપ જોઈ કરણસિંહ જવાનસિંહ પગી ખચકાવા લાગતા અને શંકાસ્પદ ગતિવિધિ જણાતા પોલીસે તેને અટકાવી ઈ-ગુજકોપ પોકેટકોપની મદદથી ગુનાહીત ઇતિહાસ ચેક કરતાં સદરી આરોપી માલપુર પો . સ્ટે . ફસ્ટ ગુ . ર . નં . ૩૩ / ૨૦૧૪ ઇ . પી . કો . ક . ૪૦૬ , ૪૦૮ મુજબના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવ્યું હતું. તેમણે તુરંત આરોપીની અટક કરી હતી. ૬ વર્ષ અગાઉ ધી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૮૫.૭૮ લાખ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલો કર્મચારી અને છેલ્લા ૬ વર્ષથી પોલીસને હાથતાળી આપતા કરણસિંહ જવાનસિંહ પગી (રહે, હેલોદર, તા.માલપુર ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

(12:36 pm IST)