Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

કલોલના નાદરીમાં અજાણ્યા ઈસમે 15 વર્ષીય સગીરાનું અપહરણ કરતા અરેરાટી

કલોલ:ના નાદરીમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાને કોઇ અજાણ્યો ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી જતા ચકચાર મચી ગઇ છે. સગીરાના પિતાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

કલોલના નાદરીમાં રહેતી અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૫. વર્ષની સગીરાનું અપહરણ થઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. તા.૩૦ ડીસેમ્બરની સાંજે સાત વાગ્યાના સુમારે પરીવારના સભ્યો જમી-પરવારીને ઘરે બેઠા હતા. ત્યારબાદ સગીરાએ પોતાના પરીવારના સભ્યોને સુવા માટે પથારીઓ પણ પાથરી આપી હતી અને ત્યાર પછી સગીરાએ પોતાના પિતાને કહેલ કે હું કાકાના ઘરે ટીવી જોવા જાઉ છું. તેમ કહી નીકળી હતી. જો કે રાત્રે નવ વાગ્યા બાદ પણ સગીરા પરત નહી ફરતા સગીરાના કાકાને ત્યાં તપાસ કરવામાં આવી હતી

(5:10 pm IST)