Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

વડોદરા મનપાના 1200 સફાઈ કર્મીઓએ રેલી યોજી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ૧૩ વર્ષથી રોજમદાર તરીકે સફાઇનું કાર્ય કરતા આશરે ૧૨૦૦ સફાઇકર્મીએ આજે ગાંધી નગરગૃહથી વડોદરા કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ સુધી રેલી યોજી હતી.

રેલી સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશન પહોંચ્યા બાદ કોર્પોરેશનના પ્રાંગણમાં કર્મચારીઓએ રામધૂન, ભજન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સફાઇ કામદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી નીકળ્યા બાદ મ્યુનિ.કમિશનરને મળી આવેદનપત્ર સુપરત કર્યુ હતું. કમિશનરે આગેવાનોને એક મહિનામાં અંગે તમામ પાસા ચકાસીને ઘટતી કાર્યવાહી કરવા ખાતરી આપી હોવાનું સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતું.

 

 

(5:09 pm IST)