Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સુરતના અઠવામાં હોસ્પિટલમાં તોડફોડ :તબીબની બેદરકારીથી યુવકનું મોત થયાનો આરોપ :10થી વધુ સામે રાયોટિંગનો ગુન્હો

મૃતક યુવકના પરિવારજનોએ વોર્ડબોય સહિતના કર્મચારીઓએ માર મારી તોડફોડ કરી

સુરતના અઠવામાં કે.પી.સંઘવી હોસ્પિટલમાં તોડફોડ મામલે ફરિયાદ નોંધાઈ છે તબીબની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલના વોર્ડ બોય સહિત કર્મચારીને માર મારી તોડફોડ કરી હતી. આ મામલે હોસ્પિટલના તબીબ દ્વારા અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દસથી વધુ લોકો સામે રાયોટિંગ અને તબીબી સેવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

    મૃતક યુવકનો પોસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે. જે રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો સામે પણ પોલીસ પગલાં ભરશે તેમાં જણાવાયું હતું

આ અંગેની વિગત ઉજબ . પાંડેસરાના કમલેશ પાટીલ નામના યુવકને ન્યુમોનિયા અને ફેફસાની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબની બેદરકારીના કારણે ટુંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હોવાના આરોપ મુકાયો હતો

(10:12 pm IST)