Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

LRD પેપરલીક મામલે પોલીસને મોટી સફળતા : કર્ણાટકની મણિપાલ પ્રેસમાંથી પેપર લીક થયું : વધુ ત્રણ આરોપી દિલ્હીથી દબોચી લેવાયા

દિલ્હી પોલીસમાંથી હટાવવામાં આવેલો શખ્સ પેપર લીક કાંડમાં સામેલ ડીજીપી શિવાનંદ ઝાએ આપી સિલસિલાબંધ વિગતો

અમદાવાદ :LRD પરીક્ષા પેપરલીક મામલે ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પેપરલીક કાંડમાં ત્રણ આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, હરિયાણાના સોનુપતથી વિનય અરોરા, કર્ણાટકથી મહાદેવ અસ્તુરે અને વિનોદ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ કર્ણાટકની મણિપાલ પ્રેસમાંથી પેપર લીક કર્યુ હતું. શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, દિલ્હી પોલીસમાંથી હટાવવામાં આવેલો શખ્સ પેપર લીક કાંડમાં સામેલ છે.

   ડીજીપી શિવાનંદ ઝાએ મુખ્ય આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એકનું નામ છે વિનય રમેશ કુમાર અરોરા - સોનેપત હરિયાણાનો રહેવાસી. અને બે કર્ણાટકાના રહેવાસી છે, પીધરના તેમનું નામ છે મહાદેવ દત્તાત્રે અસ્તુરે, વિનોદ બંસીલાલ રાઠોડ. આ લોકો સાથે એક ચોથો માણસ પણ છે, જે દિલ્હીના એક પોલીસ પરિવાર સાથે જોડાયેલો છે. તેના ડોક્યુમેન્ટ ભરતીમાં ખોટા હોવાનું મળી આવ્યા હતા, ત્યારબાદ ભાઈ આ ધંધામાં લાગી ગયો. આ વ્યક્તિનું નામ વિનોદ ચિક્કારા છે.
   શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, આ જે મેઈન માણસો છે તેમને માહિતી મળી ગઈ હતી કે, પોલીસની ભરતી માટેના પેપર કર્ણાટકાની મણીપાલ પ્રેસમાં છપાવવાના છે. જેથી આ લોકો નવેમ્બરમાં કર્ણાટકા ગયા, અને મણીપાલ પ્રેસની નજીક વારાફરથી ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યારબાદ 20-21 નવેમ્બરે પ્રેસની પાછળની દિવાલ કુદીને અંદર ગયા અને જે જગ્યા પર પ્રિન્ટીંગ થતું હતું તેની બાજુમાં એક રૂમ હતો, ત્યાં ગ્રીલ તોડી અંદર ગયા. અહીં ખરાબ પ્રીન્ટ થેયેલી કોપી પડી હતી, તેના તેમણે ફોટા લીધા અને આ પેપર સાથે લઈને નીકળી ગયા. બહાર નીકળતા સમયે જે ગ્રીલ વાળી હતી તે સીધી કરી, જોઈન્ટ પણ કરતા ગયા જેથી ખ્યાલ ના આવે કે કોઈ વ્યક્તિ અંદર ચોરી કરવા ઘુસ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ જગ્યા પર કોઈ સીસીટીવી પણ ન હતા.
    શિવાનંદ ઝાએ જણાવ્યું કે, કર્ણાટકથી નીકળી બાદમાં તેઓ દિલ્હી આવી ગયા. ત્યારબાદ કર્ણાટકમાં તેમના ત્રણ સાગરીત હતા, જેમણે આ લોકોને સપોર્ટ કર્યો હતો, તેમને આ આરોપીઓએ 30 હજાર રૂપિયા આપ્યા હતા, આ સપોર્ટરોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ધરપકડ હજુ બાકી છે. આ આરોપીઓએ દિલ્હી આવી વિરેન્દ્ર માથુર નામના વ્યક્તિ સાથે 50 લાખમાં પેપરનો સોદો કર્યો. ત્યારબાદ વિરેન્દ્ર માથુરે પોતાના કોન્ટ્કેટમાં રહેલા જે અગાઉ પકડાઈ ગયા છે તે અસોક સાહુ, સુરેશ પંડ્યા અને અશ્વિન ચૌહામનો સંપર્ક સાધ્યો. આ સાથે આ લોકોએ ગુજરાત અને ઈન્દોરના એજન્ટોનો પણ સંપર્ક સાધ્યો અને તમામ આરોપીઓએ સાથે મળી પેપર લીકનું આખુ કૌભાંડ રચ્યુ હતું

નોંધનીય છે કે અત્યાર સુધી આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલામાં થોડા સમયમાં ડીજીપી અનેક ખુલાસા કરવાનાં છે.
લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ક્યાંથી વેચાયું હતું તેનો થયો પણ ખુલાસો થયો છે. પોલીસે પેપર લીકથી લઈને વેચાણ સુધીની બધી કડી મેળવી લીધી છે

 

(7:18 pm IST)