Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

બે વર્ષથી પ્રોહી. ગુનાના નાસતા ફરતા આરોપીને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

(ભરત શાહ દ્વારા)  પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ હાલમાં વિધાનસભા સામાન્ય ચુંટણી યોજાનાર હોય જેથી ગુનાના કામે જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ આજરોજ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુસંધાને એલ.સી.બી. ટીમ સાથે ડેડીયાપાડા તથા સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં ચુંટણી બંદોબસ્તમાં રોકાયલ હોય દરમ્યાન બાતમીદારથી માહીતી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી માલવાહક વાહનમાં બેસીને ડેડીયાપાડા પો.સ્ટે. પ્રોહી એક્ટ ના ગુનાના કામનો નાસતો ફરતો સુમનભાઇ જહનાભાઇ વસાવા (રહે. અટ્ટી તા.ધડગાંવ જી. નંદુરબાર)નાનો સાગબારા તરફ આવતો હોવાની બાતમી મુજબ તેને ઘનશેરા ચેક પોસ્ટ ખાતેથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:16 pm IST)