Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ડેડિયાપાડાના ભૂતબેડા ગામના પરિવારને અકસ્માત :  એક જ પરિવારના 4 સભ્યોના મોત :શોકની લાગણી --- નિંગટ ગામ પાસે નડ્યો હતો.બાઈકને સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લીધા : સ્વિફ્ટ કારમાં બિયરની બોટલ અને ટીન મળી આવ્યા ફોટો beda નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નજીકના ભૂટબેડા ગામના પરિવારને નિંગટ ગામ પાસે અકસ્માત નડ્યો હતો.બાઈકને સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લેતા એક જ પરિવારના 4 સભ્યોનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વિફ્ટ કારમાં બિયરની બોટલ અને ટીન મળી આવ્યા હતા.આ મામલે ડેડીયાપાડા પોલીસે સ્વિફ્ટ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા તાલુકાના ભૂતબેડા ગામના સુનિલભાઈ જેઠાભાઇ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૮ એમના પરિવારના સભ્યો તેમની પત્ની કોકિલાબેન સુનિલભાઈ વસાવા (ઉંમર વર્ષ આશરે ૨૭), પુત્ર રીયાન સુનિલભાઈ વસાવા (ઉંમર આશરે ૦૪ વર્ષ), પુત્રી રૂતવી સુનિલભાઈ વસાવા (ઉંમર વર્ષ આશરે ૦૧ વર્ષ) સાથે પોતાની મોટરસાયકલ લઈને સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા.ત્યારે નિગટ ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે ૦૬ એચએલ ૫૮૬૭ ના ચાલાકે સ્વીફ્ટ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સુનિલભાઈ વસાવાની બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતને પગલે એમની પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાનનું સ્થળ પર દુઃખદ મૃત્યુ થયું હતું.જ્યારે સુનિલભાઈ વસાવાનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે એક્સીડન્ટમાં બચી ગયેલી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રી ઋતવીનું વડોદરા દવાખાને ખસેડતા રસ્તામાં મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક નશામાં હોવાની વાતો વેહતી થઈ છે.બીજી બાજુ અકસ્માત થયેલી કાર માંથી બિયરની બોટલો, ટીન મળી આવ્યા હતાં.ત્યારે હાલમાં ચાલતી વિધાનસભાની ચૂંટણી ટાણે તમામ ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં દારૂ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન પોલીસ માટે તાપસનો વિષય છે.સ્વીફ્ટ કાર ચાલક વિરૂધ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સાથે જ સરકારી સિવિલ હોસ્પિટલ ડેડિયાપાડા ખાતે ભૂતબેડા ગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડ્યા હતા.ઘટનાને પગલે નર્મદા જિલ્લા પોલીસ વડા અકસ્માત સ્થળે દોડી આવ્યા

 નિંગટ ગામ પાસે નડ્યો હતો.બાઈકને સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લીધા : સ્વિફ્ટ કારમાં બિયરની બોટલ અને ટીન મળી આવ્યા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નજીકના ભૂટબેડા ગામના પરિવારને નિંગટ ગામ પાસે અકસ્માત નડ્યો હતો.બાઈકને સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લેતા એક જ પરિવારના 4 સભ્યોનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વિફ્ટ કારમાં બિયરની બોટલ અને ટીન મળી આવ્યા હતા.આ મામલે ડેડીયાપાડા પોલીસે સ્વિફ્ટ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડેડિયાપાડા તાલુકાના ભૂતબેડા ગામના સુનિલભાઈ જેઠાભાઇ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૮ એમના પરિવારના સભ્યો તેમની પત્ની કોકિલાબેન સુનિલભાઈ વસાવા (ઉંમર વર્ષ આશરે ૨૭), પુત્ર રીયાન સુનિલભાઈ વસાવા (ઉંમર આશરે ૦૪ વર્ષ), પુત્રી રૂતવી સુનિલભાઈ વસાવા (ઉંમર વર્ષ આશરે ૦૧ વર્ષ) સાથે પોતાની મોટરસાયકલ લઈને સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા.ત્યારે નિગટ ગામ પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે ૦૬ એચએલ ૫૮૬૭ ના ચાલાકે સ્વીફ્ટ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સુનિલભાઈ વસાવાની બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતને પગલે એમની પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રીયાનનું સ્થળ પર દુઃખદ મૃત્યુ થયું હતું.જ્યારે સુનિલભાઈ વસાવાનું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે એક્સીડન્ટમાં બચી ગયેલી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રી ઋતવીનું વડોદરા દવાખાને ખસેડતા રસ્તામાં મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક નશામાં હોવાની વાતો વેહતી થઈ છે.બીજી બાજુ અકસ્માત થયેલી કાર માંથી બિયરની બોટલો, ટીન મળી આવ્યા હતાં.ત્યારે હાલમાં ચાલતી વિધાનસભાની ચૂંટણી ટાણે તમામ ચેક પોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં દારૂ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન પોલીસ માટે તાપસનો વિષય છે.સ્વીફ્ટ કાર ચાલક વિરૂધ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સાથે જ સરકારી સિવિલ હોસ્પિટલ ડેડિયાપાડા ખાતે ભૂતબેડા ગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડ્યા હતા.ઘટનાને પગલે નર્મદા જિલ્લા પોલીસ વડા અકસ્માત સ્થળે દોડી આવ્યા

(8:29 pm IST)