Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

‘કોંગ્રેસ અને આપ દેશની સુરક્ષા અને વિકાસ માટે બાધક છે': યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનું ધાનેરાની સભામાં નિવેદન

અહીંના પશુપાલકોએ મહેનત કરીને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાવીઃ યોગી આદિત્‍યનાથ

બનાસકાંઠાઃ ધાનેરામાં યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે જનસભાને સંબોધી હતી. તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપે કરેલા વિકાસના કામોની ચર્ચા કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ ભાજપના સ્ટાર પ્રચારક ઉત્તર ગુજરાતમાં જનતાને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ધાનેરાના ભાજપના ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાનેરામાં વિશાળ જનસભાને સંબોધીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરીને ભાજપને વોટ આપવા લોકોને અપીલ કરી હતી. 

વિધાનસભાના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના અનેક મોટા નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલના સમર્થનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આપ બધાને મારા જયશ્રી રામ..હું ગુજરાતની આ ધરાને નમન કરું છું. અહીંના પશુપાલકોએ મહેનત કરીને એશિયાની સૌથી મોટી બનાસડેરી આપી છે..વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે પરિવર્તન લાવવું તે ગુજરાતની પ્રજાએ સોને શીખવાડ્યું છે.

યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, બનાસડેરીએ લાખો લોકોને જીવનમાં પરિવર્તન ફક્ત ન નથી લાવ્યું ગૌમાતાઓની પણ રક્ષા કરી છે. જ્યારે દેશની આઝાદીની લડાઈ કેવી રેતી થવાની હતી. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ આ ગુજરાતે દેશને આપ્યા. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે વર્તમાન ભારતની સ્થાપના કરી જેમને શિલ્પ કહેવામાં આવે છે. જ્યારે દેશના લોકોમાં નારાજગી હતી આંદોલન થઈ રહ્યા હતા ત્યારે 2014માં ગુજરાતની ધરતી ઉપરથી પ્રધાનમંત્રી મોદીને દેશને આપ્યા.

યોગી આદિત્યનાથે જણાવ્યું કે, દુનિયાના 20 મોટા દેશો જેમનો દુનિયા પર અધિકાર છે એ G 20 દેશનું પ્રતિનિધિત્વ પ્રધાનમંત્રી મોદીએ લીધુ છે. જે બ્રિટનને 200 વર્ષ સુધી સાશન કર્યું તેને પછાડી અને આજે ભારત 5માં નંબર ઉપર આર્થિક રીતે આવ્યો છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીજીએ દેશને આતંકવાદ અને નકશલવાદથી મુક્ત કરી દીધો. કોંગ્રેસ ચાહતી ન હતી કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને, કાશીવિશ્વનાથમાં ભગવાનનું મંદિર બને. કેદારનાથમાં કેદારપુરીનું ધામ બને. માં અંબાના ધામમાં માનું ધામ વિકસિત થાય. કોંગ્રેસ અને આપ પાર્ટી દેશની સુરક્ષા અને વિકાસ માટે બાધક છે.

યોગી આદિત્યનાથે ઉમેર્યું કે, શું કોંગ્રેસ 370 ધારો હટાવી શકતી હતી? શુ તે અયોધ્યામાં રામ મંદિર બનાવી શકતી હતી? તો કોંગ્રેસને વોટ આપીને આપનો લોકતાંત્રિક અધિકાર કેમ ખરાબ કરીયે. ગુજરાતમાં ભાજપની સરકાર 7મી વખત મજબૂતી સાથે બનાવ જઇ રહી છે. ધાનેરા વિધાનસભા ઉપર પણ ભાજપના ઉમેદવાર બહુમતીથી જીતે તે જરૂરી છે. દેશમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં મફતમાં ટેસ્ટ, મફતમાં ઉપચાર મફતમાં વેકશીન કરાવ્યું. 

કોંગ્રેસ કહેતી હતી કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે તો ખૂનની નદીઓ વહેશે પણ અમે કઈ થવા ન દીધું. ઉત્તરપ્રદેશમાં પણ હવે દંગા નથી થતા હવે અસામાજિક તત્વો શાકભાજીનો થેલો લગાવી રહ્યા છે. તમે બધા ભગવાનભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડો.

(6:18 pm IST)