Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં દર્શન કરવા જતા અજાણ્યા યુવકને બીઆરટીએસ બસ ચાલકે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત

સુરત: ડિંડોલી ખાતે બુધવારે સાંજે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો.ત્યારેે અજાણ્યા બીઆરટીએસ બસ ચાલકે યુવાનને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.એટલુંજ નહિ બસ ચાલકની ધરપકડ કરવા સહિતની માંગ તેમના પરિવારે કહી હતી. જોકે પોલીસે તેઓને સમજાવતા કલાકો પછી તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ લઇ ગયા હતા.

 પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડિંડોલી ખાતે  નવાગામમાં ગાયત્રીનગરમાં રહેતો ૧૯ વર્ષીય પવન દીવાનસિંગ રાજપૂત બુધવારે સાંજે મિત્ર વિજય પાટીલ અને અનિલ પાટીલ સાથે સાંઇબાબાના મંદિરે દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે  ડિંડોલી ખાતે બીઆરટીએસ  રોડ ક્રોસ કરવા ઉભા હતા. જ્યારે અજાણ્યો લાલ કલરની બીઆરટીએસ બસનો ચાલકે પવને અડફેટે લેતા ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ટૂંકી સારવાર દરમિયાન ડાકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પરિવારજનો  અને સંબંધીને જાણ થતા સ્મીમેર ખાતે દોડી આવ્યા હતા. જોકે પરિવાર સહિતનાએ  બસ ચાલકની ધરપકડ અને બસના માલિકને બોલાવવા સહિતની માંગ કરી હતી. જયાં સુધી માંગણી નહી સ્વીકાર ત્યાં સુધી તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. જયારે સાંજે પોલીસે તેમના પરિવાર અને સંબંધીને સમજાવ્યા કે ચાલકની ધરપકડ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. પછી તેનો મૃતદેહ પરિવાર લઇ ગયા હતા. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)