Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સુરતના વરાછા વિસ્તારમાં શાળાએથી મોડી ઘરે આવતા પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવી

સુરત: વરાછા વિસ્તારમાં સ્કૂલેથી મોડી આવવાના મુદ્દે માતા પિતાએ ઠપકો આપતા માંઠુ લાવી આવતા વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવીને  જીવન ટુંકવ્યું હતું. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના દિવાળીબાગ ખાતે આવેલ શ્રીનિધિ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય દ્રષ્ટિ જયેશભાઇ ધામેલીયા ગુરુવારે બપોરે પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગે તેના પરિવારને સભ્યોને જાણ થતા એકદમ ગભરાઈ ગયા હતા અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા. અહીં ટૂંકી સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું.  તેણે દમ તોડી દેતા માતા પિતા સહીત પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે દ્રષ્ટિ વરાછા વિસ્તારની એક સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે સ્કુલેથી મોડી આવવા બાબતે માતા પિતાએ ઠપકો આપતા તેને માઠું  લાગી આવતા આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેને અન્ય એક ભાઈ છે. તેને પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)