Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મુંબઈમાં જાન્‍યુઆરીમાં સૌથી મોટો બીટુબી કાપડ ફેર યોજાશેઃ તૈયારીઓ

(કેતન ખત્રી), અમદાવાદઃ મુંબઈ ટેક્સટાઇલ્ મરચર્ન્ટસ મહાજનના ઉપક્રમે ઍમટીઍમઍમ ફેબ્રિક ફેર -૨ તા. ૯ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ના મુંબઈ -અંધેરી ખાતેના સહાર ઍરપોર્ટ નજીકની હોટલ જે.ડબલ્યુ. મેરીઍટની લોનમાં ઍ.સી. જર્મન હેંગર ટેન્ટ (ડોમ)માં યોજાશે. આમાં ૨૦૦ થી વધુ સ્ટોલ હશે. આમ મુંબઈમાં અત્યાર સુધી યોજાયેલા આ ચોથો મોટો કાપડનો બીટુબી ફેર બની રહેશે.મુંબઈ ટેક્સટાઇલ મરચર્ન્ટસ મહાજનઍ મુખ્યત્વે મુળજી જેઠા કલોથ માર્કેટના વેપારીઓનું અને માર્કેટ બહારના વેપારીઓનું સંગઠન છે. ઍશિયાની સૌથી જૂનામાં જૂની કાપડ માર્કેટ તરીકે મૂળજી જેઠા માર્કેટની ગણના થાય છે. મૂળજી જેઠા કલોથ માર્કેટ ૧૫૩ વર્ષ જૂની છે અને મુંબઈ ટેક્સટાઇલ મરચર્ન્ટસ મહાજન ૧૪૩ વર્ષ જૂનું છે.આ બીટુબી ફેર હોવાથી અત્રે માત્ર વ્યાપારીઓ, ગારમેન્ટ ઉદ્યોગ, કાપડ કાઉન્ટરો, રિટેલરો,બાઇંગ ઍજન્ટો વિ.ને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. આ બીટુબી ફેર હોવાથી આમ જનતાને પ્રવેશ અપાશે નહીં. પ્રવેશ માટે રજીસ્ટ્રેશન  ફરજિયાત રહેશે. તેમ ૧૪૩ વર્ષ જૂના મુંબઈ ટેક્સટાઇલ મરચર્ન્ટસ મહાજનના ઍમીરેટસ ચેરમેન શ્રી ધીરજ કોઠારી છે. મહાજનના પ્રમુખ કનુભાઈ નરસાણા, ઉપપ્રમુખ કાંતિ જૈન, માનદ મંત્રી સુનિલ મજીઠીઆ અને ભરત મલકાન તેમજ ખજાનચી ભાવેશ ગોરડીયાની યાદીમાં જણાવાયું છે.

 

(4:15 pm IST)