Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપનો વાગ્‍યો છે ડંકો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં વડાપ્રધાન મોદી જાહેરસભા સંબોધી : ભૂતકાળમાં તમામ રેકોર્ડ તોડીને ભાજપ વીજયી બનશે

નવી દિલ્‍હી તા. ૨ : ઉત્તર ગુજરાતની બેઠકો સર કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં PM મોદીની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્‍યો છે. ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં ૬૦.૩૫ મતદાન થયું છે.બીજા તબક્કાનું મતદાન૫મી ડિસેમ્‍બરે થવાનું છે, આવતીકાલે એટલે કે ૩ ડિસેમ્‍બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. જેથી ભાજપ, કોંગ્રેસ, આપ તથા અન્‍ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્‍દ્રીય નેતાઓ રાજયના વિવિધ વિસ્‍તારોમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાનના કાંકરેજ ખાતે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્‍યું હતું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. ભૂતકાળના તમામ રેકાઙ્ઘર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે

આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ ભારત માતાની જય બોલાવીને સંબોધન ચાલુ કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ જણાવ્‍યું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે, ‘ગઇકાલે અમદાવાદમાં જનસાગરના દર્શન કરીને રાતે રાજભવન પહોંચ્‍યો, જે બાદ મેં રાત્રે કચ્‍છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક લોકોને મેં ફોન કર્યા. પહેલા ચરણમાં જયાં મતદાન થયું છે, ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે. ખાસ કરીને જે ફર્સ્‍ટ ટાઈમ વોટર છે એમનો ઉત્‍સાહ અને માતાઓ-બહેનોના ઉમળકાએ આ ચૂંટણી પરિણામો પાક્કા કરી નાખ્‍યા છે. ભાઈઓ-બહેનો જયાં જઈએ ત્‍યાં એક જ વાત સંભળાય, લોકોના મુખેથી એક જ વાત નીકળે છે કે ફીર એક બાર મોદી સરકાર.'

જે બાદ પીએમ મોદીએ જણાવ્‍યું કે, મને યાદ છે હમણા થોડા સપ્તાહ પહેલા દિલ્‍હીમાં ડેરી સેક્‍ટરનો મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશથી લોકો આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં મે કાંકરેજની ગાયની વાત કરી હતી, દેશ-વિદેશમાં ગીર અને કાંકરેજની ગાયની વાતો થાય છે.

સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ સરોવરના ડેમ ન બને એના માટે અનેક પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્‍યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે. જેણે પાણી રોક્‍યું હોય એ પાપને માફ કરાય? બનાસકાંઠાને તરસ્‍યું રાખ્‍યું એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, પરંતુ તમે ચૂંટણી આવે એટલે ભૂલી જાવ છો. આ વખતે તો નહીં ભૂલોને?

(3:56 pm IST)