Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગત વખતના મતદાન કરતા ઓછુ મતદાન થતાં ત્રણેય પક્ષોએ વિજયની આશા દર્શાવી

કોંગ્રેસ - આપને પરિવર્તનની આશા

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૨-૮૯ ટકા મતદાન થયું છે જે ૨૦૧૭ની ચુંટણીના  પ્રથમ તબક્કાના ૬૬.૯૫ ટકા મતદાન કરતા ઓછુ છે. ઓછા મતદાને કોંગ્રેસના કેમ્‍પમાં સત્તા વિરોધી મતદાનની આશા વધારી દીધી છે. આપે પણ ‘પરિવર્તનના પવન'નો દાવો કર્યો છે. તો ભાજપા નેતાઓએ વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે કે ઓછા મતદાન છતાં વિરોધી મતો કોંગ્રેસ અને આપ વચ્‍ચે વહેંચાણ જવાથી રાજયમાં ફરી ભગવો ઝંડો લહેરાશે.. સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોના ૭૮૮ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઇ ગયું છે.

સૌથી વધારે મતદાન તાપી જીલ્લામાં ૭૨.૩૨ ટકા નોંધાયુ હતું. આદિવાસી મતદારોવાળા આ જીલ્લામાં બે બેઠકો વ્‍યારા અને નિઝર આવે છે. જયારે નર્મદા જીલ્લો ૬૮.૦૯ ટકા મતદાન સાથે બીજા નંબરે રહ્યો હતો.

નર્મદા ઉપરાંત ૪ અન્‍ય જીલ્લાઓમાં ૬૦ ટકાથી વધારે મતદાન નોંધાયું હતું, નવસારી (૬૫.૯૧), ડાંગ (૬૪.૮૪ ટકા), વલસાડ (૬૨.૪૬ ટકા) અને ગીર સોમનાથ (૬૦.૪૬ ટકા) ચુંટણી પંચ અનુસાર, વિરોધી જૂથો વચ્‍ચે સામાન્‍ય બોલાચાલી સિવાય મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું.

(11:08 am IST)