Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નાંદોદ વિધાનસભાની ચુંટણી સામ સામે લડતા બે ઉમેદવારોએ એક સાથે મતદાન કર્યુ

સુંદરપુરા ગામ ખાતે ના મતદાન કેન્દ્ર પર કોંગ્રેસ ના ઉમેદવાર હરેશ વસાવા અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા વચ્ચે ખેલદિલી જોવા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા માં વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરવા માટે મતદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથીજ મતદાન કેન્દ્ર ખાતે લાંબી કતારો જોવા મળી હતી,ત્યારે નાંદોદ 148 વિધાનસભાની ચુંટણી લડતા બે ઉમેદવારોએ એક સાથે જ મતદાન કેન્દ્રમાં પ્રવેશી પોતાનુ મતદાન કરી કેલભાવના બતાવી હતી.

સુંદરપુરા ગામના માજી સંસદિય સચિવ અને બબ્બે વખતના ધારાસભ્ય રહી ચુકેલ અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવા અને કાઁગ્રેસના ઉમેદવાર હરેશ વસાવા પોતાના ગામ ખાતેના મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્યુ હતું, બન્ને વિધાનસભા ચૂંટણી સામ સામે લડતા ઉમેદવારોએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી અને ખરી સ્પોર્ટ્સ મેન સ્પિરિટ દાખવી મતદાન કર્યુ હતું અને મતદારોને પણ પોતાની વ્યક્તિગત પસંદગીના ઉમેદવારને મતદાન કરવા અપીલ કરી હતી

(12:29 am IST)