Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નર્મદા જિલ્લાના ડુંગરની ઉંચાઈ પર આવેલા 30 જેટલા મતદાન મથકો પર બાઇકો પર કર્મચારીઓ અને evm લઈ જવાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપલા :  ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું જેમાં  નર્મદા જિલ્લાની બંને બેઠકો ડેડીયાપાડા અને નાંદોદ બેઠકો માટે પણ મતદાન પ્રથમ તબક્કામાં યોજાયુ હતું ત્યારે નર્મદા  જિલ્લાના કનેક્ટીવીટી વિનાના અને ડુંગરની ઉંચાઈ પર આવેલ ગામોના 30  જેટલા મતદાન મથકો પર સીધા evm યુનિટ પહોંચાડવા અને કર્મચારીઓ ને ચાલતા ડુંગર ચઢીને evm મશીનો લઈ જવામાં ખૂબ મુશ્કેલી ભર્યું હોય ગ્રામજનો ના મદદ થી બાઇકો પર કર્મચારીઓ અને evm  લઈ જવામાં આવ્યા. જોકે આ દુર્ગમ વિસ્તારોમાં યોજાયેલ મતદાન પર ચૂંટણીલક્ષી મતદાન પ્રક્રિયાની નિયત સમયાંતરે જરૂરી આંકડાકીય વિગતો અને અન્ય સંદેશાઓની આપ-લે માટે વોકી ટોકી નો પણ ઉપયોગ કરવમાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના ઝરવાણી, ધીરખાડી, બારખાડી, કમોદિયા સહિત  શેડો એરિયાના ગામોના 30 જેટલાં મતદાન મથકોમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના-17 અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના-13 મતદાન મથકોનો પર બસો છેક મતદાન.મથક સુધી.ના જતી હોય કર્મચારીઓ ને બાઇકો પર મતદાન મથકો સુધી.લઈ જવામાં આવ્યા હતા.

(12:17 am IST)