Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટનો ગુજરાતમાં પ્રારંભ

સંસ્થાના લોકાર્પણ પૂર્વે સંસ્થાના પ્રમુખ સેન્જલભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ કાર્તિકભાઈ બાવિશીએ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની મુલાકાત લઇ તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ તેમની સાથે સંસ્થાના વિવિધ ઉદ્દેશો અને હેતુઓ વિશે ચર્ચા કરી હતી.

વલસાડ :આપણા ગુજરાતને સંતોની જન્મભૂમિ તેમજ તપોભૂમિ કહેવામાં આવે છે. જે રીતે પરમ પુજ્ય જલારામ બાપા ખવડાવીને ખાય તેવી પ્રથા ને નિરંતર રાખી તે રીતે જીવદયા  પ્રેમીઓ અબોલ જીવો માટે  નિરંતર ભોજન વ્યવસ્થા કરાવે છે આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ થી પ્રેરિત થઇ અબોલ જીવોને કતલખાનાથી બચાવવા લોખંડી સુરક્ષા આપવા જીવદયા પ્રેમીઓ સતત પ્રયત્નશીલ હોય છે. આપણા દેશના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે "વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે છ"  આપણા સૌની ફરજ છે કે આપણે સૌ સાથે મળી અહિંસા પરમો ધર્મ અને કહેવતને સાર્થક કરીએ અબોલ જીવોની રક્ષા તેમજ સહાયતા કરવા માટે અત્ર-તત્ર-સર્વત્ર જીવદયા પ્રેમીઓએ તન મન ધનથી કાર્ય કરે છે. આવનાર સમયમાં જીવદયાના આ કાર્યમાં એક નવા અધ્યાયનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ગુજરાતના રાજકોટ મુકામે થી સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ શરૂ થઈ રહ્યું છે જે સમગ્ર ગુજરાતમાં કાર્ય કરશે આ સંસ્થાની વાત કરીએ તો આ સંસ્થા પશુ-પક્ષી પ્રાણી અન્ય જીવજંતુઓ માટે રક્ષા કરશે બચાવ કરશે માવજત કરશે ઉછેરશે  તથા જીવદયા ને લગતા તમામ કાર્ય કરશે. અબોલ જીવો પશુ-પક્ષી અને બીમાર પશુ-પક્ષી તથા રઝળતા બિનવારસી અબોલ જીવોની સેવાચાકરી સારવાર તથા તેમની માંદગીમાં તેની દવા અને સારસંભાળ કરશે તેમજ તેમને આશ્રય આપવા તેને અનુરૂપ તથા અનૂસંગિક પ્રવૃત્તિઓ હાથ ધરશે. ગૌશાળા તેમજ પાંજરાપોળમાં લુલા લંગડા તેમજ બીમારીથી પીડાતા ગૌવંશ  તેમજ અન્ય પ્રાણીઓની સારવાર તેમજ સેવા કરશે. ગુજરાતના તમામ શહેરો તેમજ તાલુકાઓમાં રહેતા બિનવારસી અબોલ જીવોને ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે આ સંસ્થા સતત પ્રયત્ન કરશે. શરૂઆતી ધોરણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આ સંસ્થા કાર્ય શરૂ કરશે. જેમકે રાજકોટ અમદાવાદ આણંદ અરવલ્લી બનાસકાંઠા બરોડા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ ખેડા કચ્છ મહેસાણા મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર વલસાડ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં આ સંસ્થા શરૂઆતી ધોરણે કામ કરશે ત્યાર બાદ સમગ્ર ગુજરાત માં કાર્ય કરશે. સંસ્થા વિવિધ જિલ્લાઓમાંથી અબોલ જીવોના આરોગ્યને લગતી માહિતી એકત્રિત કરી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કરશે. સરકાર શ્રી દ્વારા અબોલ જીવો માટે મળતી સહાય અને યોજનાઓ વિશે માહિતી આ સંસ્થા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. લોકોને અબોલ જીવો પ્રત્યે અનુકંપા જાગે અને વધુ ને વધુ લોકો જીવ દયા ના કાર્યમાં જોડાય આ માટે સંસ્થા બધા પ્રયત્નો કરશે ગાય તેમજ પશુ આધારિત સજીવ ખેતી વિશે આ સંસ્થા સમાજમાં જાગૃતિ ફેલાવશે. જીવદયા ક્ષેત્રે કાર્ય કરતા લોકો તેમજ સંસ્થાઓની મુલાકાત લઈ તેઓને મદદરૂપ થવાની સંપૂર્ણ કોશિશ આ સંસ્થા ના કાર્યકરો કરશે.
આ સંસ્થાના પ્રમુખ સેન્જલભાઈ મહેતા કે જેઓ અબોલ જીવોની વેદનાઓને વાચા આપતું તેમજ માહિતગાર કરતું માસિક અખબાર સંવેદના અબોલ જીવોની ના તંત્રી છે તેમજ અકિલા સાંધ્ય દૈનિક ના યુવા પત્રકાર કાર્તિકભાઈ બાવીસી ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવશે. અલગ-અલગ જિલ્લાઓના જીવદયા પ્રેમીઓ ની આગેવાનીમાં આ ટીમ વિવિધ જિલ્લાઓમાં જીવદયા ના કોઈ પણ કાર્યમાં મદદ માટે હંમેશા તૈયાર રહેશે.
જીવદયાના શુભ આશય તેમજ શુભ ધ્યેયથી શરૂ થઈ રહેલી આ સંસ્થા મા સહુ જીવદયા પ્રેમીઓ તન મન ધનથી સહકાર આપે તે આવશ્યક છે તેથી આ સંસ્થામાં જોડાવવા માટે 8000030080 તેમજ 9979909777 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે અબોલ જીવો ની આ સેવા માટે લોકોનો સાથ સહકાર ખૂબ જ જરૂરી હોય છે અને લોકોનો આ જ સાથ-સહકાર સંસ્થાને જીવ દયા ક્ષેત્રે કામગીરી મા પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.
આ સંસ્થા દ્વારા તમામ લોકોએ વિનંતી કરવામાં આવે છે કે સંસ્થાને તન મન ધનથી યોગદાન આપી પ્રોત્સાહિત કરશો. સંસ્થામાં દાન આપવા માટે 8000030080 પર google pay phonepe અથવા તો paytm દ્વારા દાન આપી શકાશે તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા જાગનાથ પ્લોટ રાજકોટ બ્રાન્ચ ખાતા નંબર 3228120852 IFSC Code CBIN0280570 પર જમા કરાવી શકાશે.

આ સંસ્થા ના લોકાર્પણ પૂર્વે સંસ્થાના પ્રમુખ સેન્જલભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ કાર્તિકભાઈ બાવિસીએ અકિલાના મોભી  શ્રી કિરીટભાઈ ગણાત્રાની મુલાકાત લઇ તેઓના આશીર્વાદ પ્રાપ્ત  કર્યા હતા તેમજ તેમની સાથે સંસ્થાના વિવિધ ઉદ્દેશો અને હેતુઓ વિશે ચર્ચા કરી હતી.

વધુ વિગત માટે 8000030080 તેમજ 997990977 પર સંપર્ક કરવાનું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(7:17 pm IST)