Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભાભર રેલવે સ્ટેશન નજીક રેલવેના એન્જીનમાંથી ડીઝલની ચોરીનો કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો

ભાભર:રેલવે સ્ટેશન  ઉપર પડેલી એક માલ વાહક રેલવેના એન્જીનમાંથી ડિઝલની ચોરીના કૌંભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે રૃ.૩.૬૮ લાખના મુદ્દામાલ સાથે ડિઝલ ચોરીને અંજામ આપવાર ગેંગના આઠ શખસોને ઝડપી લીધા હતા. તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

૨૩ મી નવેમ્બરની રાત્રે ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ માલગાડીના એંન્જિન ની ટાંકીનૂં  ઠાંકણ ખોલીને ચોરી કરવામાં આવેલ .ત્યાર બાદ ફરીથી રાત્રે ફરીથી ભાભર રેલ્વે સ્ટેશન પર પડેલ રેલ્વે એંન્જિન ટાંકી નું ઠાંકણ તોડી ને ચોરી થતા એંન્જિનના ડાઇવર ને શંકા જતા ભીલડી આરપીએફ પોલીસ ને જાણ કરવામાં આવી હતી . જેની એસપી સરફરાજ અહમદ ના માર્ગદર્શન હેઠળ પીઆઇ અતર સિંહ  અને સ્ટાફે ટીમ બનાવી ને ટેક્નોલોજી ના મદદથી અને ક્રાઇમ બ્રાંચ અને ડોગ સ્કોડ ની મદદ લઇ ગણતરી ના કલાકો માં ચોરી નો ભેદ ઉકેલ્યો હતો. જેમાં આરોપીઓ ભાભર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ પર પડેલ  રેલ્વે એંન્જિન નાઇટ વોલ્ટ વાળી માલગાડી ના એન્જિનની ટાંકી માંથી ઠાંકણ ખોલી પાઇપ વડે ડીઝલ ચોરી કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.  પોલીસેં આઠ આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. ડીઝલ ચોરી માં વપરાયેલ સિફટ ગાડી, મોટરસાઇકલ અને છકડો ,૧૦૫૦ લીટર ડીઝલ મળીને  રૃપિયા કુલ ૩૬૮૩૦૦  ના મુદ્દામાલ કબજે લેવાયો હતો.

(5:33 pm IST)