Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

MBBSમાં એડમિશન લેવા NEET-૨૦૨૧ની પરીક્ષા આપનારા ગુજરાતના ૪૦% ઉમેદવારો રિપીટર!

મેડિકલમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા ૨૪,૨૨૮ ઉમેદવારોમાંથી ૯,૩૩૧ એવા હતા જેમણે ધોરણ ૧૨ની પરીક્ષા ૨૦૨૦ અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી : નીટની પરીક્ષા રિપીટ કરીને સારો સ્કોર મળે તો વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં એડમિશન લેવાનો માર્ગ મોકળો થાય છેઃ સરકારી કોલેજમાં એડમિશન મળતાં ખાનગી મેડિકલ કોલેજોની લાખો રૂપિયા ફી ભરવામાંથી પણ બચી શકાય છેઃ ખાનગી કોલેજની વાર્ષિક ફી ૮-૧૪ લાખ રૂપિયા હોય છે

અમદાવાદ, તા.૨: અનય નાણાવટીએ ફચ્ચ્વ્-શ્ઞ્ ૨૦૨૦માં ૭૨૦માંથી ૪૮૭ માકર્સ મેળવ્યા છે પરંતુ તેણે મેડિકલમાં એડમિશન નહોતું લીધું. મહામારીના આખા વર્ષ દરમિયાન તેણે તનતોડ મહેનત કરી અને ૨૦૨૧માં ફરી પરીક્ષા આપી અને તેણે ૬૧૮ ગુણ મેળવ્યા.

અનય એક વર્ષ પાછળ રહી ગયો પરંતુ રાજયની ટોચની મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાના તેના ચાન્સ વધી ગયા, એટલું જ નહીં તેના માતાપિતાના ફીના લાખો રૂપિયા પણ બચાવ્યા. ગત વર્ષનો મારો નીટ-યુજીનો સ્કોર મારા આખા વર્ષના રિઝલ્ટની સરેરાશ જેટલો પણ નહોતો એટલે મેં ડ્રોપ લીધો હતો. મારી પાસે સારો સ્કોર કરવાની તક હતી એટલે મેં ઝડપી લીધી. ખાનગી કોલેજમાં એડમિશન લઈને હું મારા માતાપિતા પર મસમોટી ફીનો બોજો નહોતો નાખવા માગતો. હું ખુશ છું કે મેં મારા સમયનું સાચી દિશામાં રોકાણ કર્યું અને તેનું ફળ મળ્યું, તેમ અનયે જણાવ્યું.

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા ૨૪,૨૨૮ ઉમેદવારોમાંથી ૯,૩૩૧ એવા હતા જેમણે ધોરણ ૧૨દ્ગક પરીક્ષા ૨૦૨૦ અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી. અનયનો સમાવેશ આ ૯,૩૩૧ ઉમેદવારોમાં થાય છે. રસપ્રદ રીતે આ સંખ્યા ૪૦ ટકા છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજયુએટ મેડિકલ એજયુકેશનલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા MBBS સહિતની ૫૫૦૪ મેડિકલ બેઠકોની એડમિશન પ્રક્રિયા માટે વેરિફેકશન કરવામાં આવ્યું ત્યારે આ આંકડો બહાર આવ્યો હતો.

નિષ્ણાતોના મતે, મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા રિપીટ કરવાનું પસંદ કરી રહ્યા છે તેની પાછળ નક્કર કારણ રહેલું છે. ખાનગી કોલેજમાં એમબીબીએસ કરવું હોય તો દર વર્ષે ૮થી ૧૪ લાખ રૂપિયા ફી ભરવી પડે છે. મોટાભાગની પ્રાઈવેટ કોલેજો કરતાં સરકારી કોલેજોમાં કટ-ઓફ ઊંચું હોય છે અને ત્યાં વાર્ષિક ફી પણ ૨૫,૦૦૦ રૂપિયા જેટલી હોય છે. સરકારી ટ્રસ્ટ દ્વારા ચાલતી ઞ્પ્ચ્ય્લ્ કોલેજોની વાર્ષિક ફી આશરે ૩ લાખ રૂપિયા જેટલી હોય છે.

અનયના કહેવા પ્રમાણે, કેણે ૨૦૨૧દ્ગટ મોટાભાગનો સમય મોક ટેસ્ટ આપવામાં પસાર કર્યો હતો અને તેના કારણે ખૂબ ફાયદો થયો હતો. 'મેં નીટ ૨૦૨૧ની પરીક્ષા આપતાં પહેલા કુલ ૧૮૩ મોક ટેસ્ટ અને અસંખ્ય કિવઝ આપી હતી, તેમ અનયે ઉમેર્યું.

નીટ ૨૦૨૧ની પરીક્ષામાં ૬૧૧ ગુણ મેળવનારા ઉમેદવાર કાર્તિકેય શર્માએ કહ્યું કે, ગત વર્ષે પરીક્ષામાં ૪૦૩ ગુણ આવ્યા હોવાથી તેને ગુજરાતની પ્રાઈવેટ ડેન્ટલ કોલેજમાં એડમિશન મળતું હતું પરંતુ તે MBBS કરવા માગતો હતો. હવે કાર્તિકેયની નીટની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ આવ્યું છે ત્યારે તેને વિશ્વાસ છે કે, સરકારી મેડિકલ કોલેજમાં પ્ગ્ગ્લ્ની સીટ પર એડમિશન મળી જશે. કાર્તિકેયના કહેવા અનુસાર, નીટ ૨૦૨૧ માટે તેણે ફિઝિકસ અને કેમેસ્ટ્રીના અભ્યાસ પર વધુ ભાર આપ્યો હતો કારણકે ગત વર્ષે આ બંને વિષયોમાં જ તેણે નબળો દેખાવ કર્યો હતો.

ગાંધીધામની ઉમેદવાર સલોની શાહે નીટ ૨૦૨૧ની તૈયારી માટે ઓનલાઈન કલાસ ભર્યા હતા. તેણે કહ્યું કે, ડોકટર બનવાનું તેનું બાળપણનું સપનું હવે પૂરું થશે. ૨૦૨૦માં નીટની પરીક્ષામાં તેના ૪૨૦ માકર્સ આવ્યા હતા જયારે ૨૦૨૧માં તેણે આ પરીક્ષા રિપીટ કરતાં ૫૯૮ માકર્સ મેળવ્યા છે. આ ઉપરાંત MBBS કરવા માટે પ્રાઈવેટ કોલેજમાં એડમિશન ના લઈને તેણે પરિવારના ૫૦ લાખ રૂપિયા બચાવ્યા છે.

(4:24 pm IST)