Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૬પ૦ કિ.મી.ની અશ્વ સવારી યાત્રાઃ ગુજરાતના અશ્વ સવારોએ રંગ રાખ્યો

કાઠીયાવાડી-મારવાડી-સિંધી અશ્વોએ મજબૂતીમાં મેદાન માર્યું: જયકુમાર વ્યાસ, નિકિતા વ્યાસ, રિધમ જાની સહિત પ અશ્વવારોએ કર્યું : ગુજરાતનું પ્રતિનિધિત્વઃ વણી, રાલેત્રણ, બારામતી સહીતના ગામોમાં તમામ સવારોનું સન્માન : અખલુંજમાં સમાપન સાથે મોમેન્ટો અર્પણ

રાજકોટ તા. ર : ગુજરાત સરકાર પ્રેરીત તેમજ અદ્વૈત હોર્સ રાઇડીંગ કલબ આયોજિત ભારતની સૌથી લાંબી ૬પ૦ કિલોમીટર અશ્વસવારી યાત્રાનું આયોજન કરાયું હતું. સરકારના એકતાપર્વ ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ડી.વાય.એસ.પી. શ્રી વાણી દુધાતે આ યાત્રાને લીલીજંડી આપી પ્રસ્થાન કરાવેલ.

કલબ અધ્યક્ષ મહેશ દવેની યાદીમાં જણાવ્યા મુજબ રાજયસભા સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, કાયદામંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ગ્રહમંત્રાલય અને ખેલમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ પર્યટન મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી, પ્રાયમરી સેકન્ડરી તેમજ પૌઢ શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, રાજયકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ આ કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લઇ શુભકામનાઓ પાઠવી હતી.

આ યાત્રામાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી અશ્વોએ પોતાની મજબુતી દેખાડી હતી પાંચ અશ્વસવારોની ટીમમાં જયકુમાર વ્યાસની આગેવાનીમાં નેશનલ કેડેટ કોર્પ વતી મહિલા સશકિતકરણની આગેવાની નિકિતા વ્યાસ તેમજ સાથી કેડેટ રિધમ જાનીએ રાજકોટ ડીસ્ટ્રીકટ રાઇફલ એસોસીએશનનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અન્ય બે અશ્વસવારોએ ભાવનગર માઉન્ટેડ તેમજ બનાસકાંઠા વતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતું.

ગુજરાત સરકારે પ્રેરણા થકી માઉન્ટેડ ગુજરાતના તાલીમ સવારો દ્વારા વિશ્વવિક્રમ સફળતા પુર્વક સર્જતા તાલીમી સંસ્થા તરીકે ગુજરાત માઉન્ટેડ પોલીસ તેમજ આયોજક સંસ્થા તરીકે અદ્વૈત હોર્સ રાઇડીંગ કલબ, જસરા અને અશ્વશકિત લાગણી ધરાવતા અશ્વપ્રેમીઓ ગૌરવની લાગણી  અનુભવે છે વિશ્વવિક્રમ સવારોએ ગુજરાતની મહેક છેક મહારાષ્ટ્રમાંં સાથે સંપુર્ણ ભારતવર્ષમાં પ્રસરાવી હતી.

નિવૃત ડી.વાય. એસ. પી.એલ. એફ. વસાવા તેમજ શ્રી ગણપતજી વસવાનું ગ્રામજનો દ્વારા વાણી ગામ મુકામે સ્વાગત સન્માન કરાયું હતું યાત્રામાં આગળ ના પડાવે મહારાષ્ટ્ર રાલેગણ સિધ્ધિ ગામ મુકામે સવારો તથા ટીમે શ્રી અજ્ઞા હજારે સાથે મુલાકાત કરી એકતાયાત્રાને સફળતા મળે તે હેતુસર માર્ગદર્શન મેળવ્યું દેવન્તપ્રભુ શિવજી મહારાજની જન્મભૂમિ શિવનેરી નજીક સંગમનેર અશ્વપ્રેમી સંગઠનના અધ્યક્ષ શ્રી રણજીત દેશમુખજીની ગીર ગૌશાળા તેમજ અશ્વ સ્ટડ ફાર્મ ખાતે અશ્વોને નાળબંધી કરી અશ્વપ્રેમીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇ મજબુતાઇથી આગળનીયાત્રા ખેડી હતી.

મહારાષ્ટ્ર ખેતીવાડીના ગઢસમાં બારામતી ખાતે શ્રી રણજીત પવાર તથા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના સભ્યો દ્વારા અશ્વસવારોનું સાફો પહેરાવી સન્માન કરાયું હતું.

એકતાયાત્રાના આખરી ગામ મુકામે પહોંચતા ૬૬૧ કિલોમીટરના અંતર પુરૂ કરીને સવારો અખલુજ મુકામે પહોચ્યા હતા શ્રી રામ અશ્વ શોના આયોજક ધવલસિંહ મોહિતેપ્રતાપ પાટીલ દ્વારા અશ્વસવારોનું ઢોલનગારા સાથે સ્વાગત સન્માન કરી મોમેન્ટો અર્પણ કરાયા હતા.

વિશ્વવિક્રમ બનાવી લાંબી અશ્વસવારીની એકતાયાત્રા પુર્ણ કરી અશ્વ અને અશ્વસવારો પરત આવતા સ્પોર્ટસ કલબ ડીસા, બનાસકાંઠા દ્વારા અશ્વ અને અશ્વસવારોના સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ અને ડીસાના બાહોશ ધારાસભ્ય શ્રી શશીકાંત પંડયા, નગરપાલીકા પ્રમુખ રાજુભાઇ ઠકકર, ડી.વાય.એસ.પી. ડો. કૌશલ ઓઝા, જીલ્લા રમતગમત અધિકારી મુકેશ ભોયા, ચીફ ઓફીસરશ્રી ગઢવી સાહેબ, સ્પોટ્ર્સ કલબ પ્રમુખ ડો. આસનાની, સ્પોટ્ર્સ કલબ પ્રતિનિધિ કિશોરભાઇ માળી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશ ગેહલોત તેમજ ડીસાના અધિકારીને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી અશ્વશકિતનું તેમજ વિશ્વવિક્રમ વિજેતા ર૦ર૧ જયકુમાર વ્યાસ તથા રાષ્ટ્રીય વિશ્વવિક્રમ વિજેતા ર૦ર૧ અશ્વસવાર આદિત્ય ગૌરી અને નિકિતા વ્યાસનું સન્માન કરેલ.

દિયોદર મીઠી પાલડી મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી જગદીશભાઇ ઠાકોર તથા વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર તથા દિયોદર યુવરાજ તેમજ સરપંચ શ્રી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા પુષ્પમાળા પહેરાવી રાઇડરોને શિલ્ડ ટ્રોફી અર્પણ કરાયા હતા.

રાજકોટ મુકામે બ્રહ્મદેવ સમાજ ગુજરાતના મિલનભાઇ શુકલના કાર્યક્રમમાં રાજયસભા સાંસદ શ્રી રામભાઇ મોકરિયા તથા ગોપાલ રત્ન શ્રી તથા ગોકુલ મિશન તેમજ નેશનલ લાઇવ સ્ટોક મિશન મેમ્બર ભારત સરકાર તથા ભુવનેશ્વરી પીઠ આચાર્ય શ્રી ઘનશ્યામજી વ્યાસે આશીર્વચન તેમજ શુભેચ્છાઓ પાઠવી સન્માનીત કર્યા હતા.

આ એકતાપર્વના અનુલક્ષીને યોજાયેલ વિશ્વવિક્રમને અશ્વસવારોએ પરિપૂર્ણ કરી પુરા ભારતવર્ષમાં ગુજરાતને પ્રથમ હરોળમાં લાવી આપ્યું છે.

કાઠિયાવાડી અશ્વ દેવસેના, મારવાડી અશ્વ હીરલ, સંધી અશ્વ ભૂતનાથ તેમજ યુવા અશ્વસવાર જયકુમાર વ્યાસની આગેવાનીમાં નિકિતા વ્યાસ, રિધમ જાની, દિનેશભાઇ અગ્રાવત, આદિત્ય ગૌર, ચેતનભાઇ વ્યાસ દ્વારા ગુજરાત અશ્વપ્રેમી વતી ગુજરાતની ખુશ્બુ મહારાષ્ટ્ર તેમજ પુરા સમગ્ર ભારતવર્ષનો વિશ્વવિક્રમ સર્જી તમામ અશ્વપ્રેમીને સન્માન્તિ થવાનો અનુભવ આપ્યો.

આ યાત્રાની સફળતા માટે એ.પી. ત્રિવેદી શિક્ષણ સંસ્થાન વતી કિશનભાઇ ત્રિવેદી, ગલોપાલા કોર્પોરેશન સંજયસિંહ કચ્છાવા, પી.એસ.આઇ. દીપક ગૌર, અધ્યક્ષ મહેશભાઇ દવે તેમજ આચાર્ય શ્રી ઘનશ્યામજી વ્યાસની મહેનત રંગ લાવી હતી.

(3:46 pm IST)