Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગોલ્ડ મેડાલીસ્ટ નિરજ ચોપડા શનિવારે અમદાવાદઃ વડાપ્રધાન મોદીનું મિશન લોન્ચ કરશે

યુવાઓમાં સંતુલીત ડાયટ, ફિટનેસ, સ્પોર્ટસ અંગે જાગૃતતા લાવશે

નવી દિલ્હીઃ ટોકયો ઓલિમ્પિકસની ભાલાફેંકની સ્પર્ધામાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા શનિવાર ૪ ડિસેમ્બરે અમદાવાદ જશે અને સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લઈને સંતુલિત ડાયટ તેમ જ ફિટનેસ અને સ્પોર્ટ્સ વિશે જાગરૂકતા લાવવા માટેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન લોન્ચ કરશે.

નરેન્દ્રભાઈએ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને ઓલિમ્પિયનો તેમ જ પેરાલિમ્પિયનોને વિનંતી કરી હતી કે વર્ષ ૨૦૨૩ના સ્વાતંત્ર્ય દિન સુધીમાં તમે દરેક ૭૫ સ્કૂલોની મુલાકાત લઈને કુપોષણ સંબંધમાં જાગૃતિ લાવીને એનો ફેલાવો કરજો તેમ જ સ્કૂલનાં બાળકો સાથે કોઈપણ એક રમત રમીને તેમનો આત્મવિશ્વાસ વધારજો.

(3:45 pm IST)