Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઉંમરપાડા ૬, વલસાડ અને પારડી ૪ ઇંચ, વાપી ૩ ઇંચ વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ : વચ્ચે કાતિલ ઠંડીનો માહોલ : એન.ડી.આર.એફની ટીમ સ્ટેન્ડબાય શાકભાજી તેમજ ડાંગરના પાકને નુકસાન

(જીતેન્દ્ર રૂપારેલિયાં દ્વારા) વાપી,તા. ૨ : સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહીત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે શિયાળાની સીઝનમાં ૬ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.
આ કમોસમી વરસાદને પગલે જન -જીવન તો ખોરવાયું જ છે પરંતુ શાકભાજી તેમજ ડાંગર સહીતના શિયાળુ પાકને ભારે નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદ તેમજ ભારે પવન ફૂંકાવાની આગાહી સાચી ઠરી રહી છે ગઈકાલથી વાતાવરણમાં આવેલ એકાએક પલટાને પગલે ભારે પવન તેમજ ઘટા ટોપ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો.
ફૂલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજયના વિવિધ વિસ્તારમાં વરસાદના નોંધાયેલ મુખ્યત્વે આંકડાને જોઈએ તો ઉંમરપાડા ૧૫૪ મિમિ,વલસાડ ૯૧ મિમિ,પારડી અને ખેરગામ ૯૦-૯૦ મિમિ,કપરાડા અને ઉંમરગામ ૮૨ -૮૨ મિમિ,મહુવા ૮૧ મિમિ,પલસાણા ૭૫ મિમિ,વાપી ,નવસારી અને ચીખલી ૭૪- ૭૪ મિમિ,વઘઇ ૬૫ મિમિ,જલાલપોર અને આહવા ૬૧-૬૧ મિમિ વરસાદ નોંધાયો છે.
આ ઉંપરાંત ધરમપુર ૬૦ મિમિ,કામરેજ ૫૭ મિમિ,વાંસદા ૫૬ મિમિ,ગણદેવી ૫૫ મિમિ,વ્યારા ,સુરત સીટી અને બારડોલી ૫૩-૫૩ મિમિ ,સુબીર ૫૨ મિમિ,વાલોડ અને ડોલવણ ૫૮-૫૮ મિમિ,સોનગઢ ૪૭ મિમિ,ડેડીયાપાડા ૪૧ મિમિ વરસાદ નોંધાયો છે.
તો નાંદોદ,ઓલપાડ અને માંગરોળ ૪૦-૪૦ મિમિ,ભરૂચ ૩૯ મિમિ,માંડવી અને વાલિયા ૩૭-૩૭ મિમિ,સાગબારા ૩૫ મિમિ,કવાંટ,નિઝર અને ઉંના ૩૦-૩૦ મિમિ,અંકલેશ્વર ૨૮ મિમિ,ખમ્ભા ૨૫ મિમિ,સાંખેડા ૨૩ મિમિ,કુકરમુન્ડા ૨૨ મિમિ,જાંબુદ્યોડા,છોટા ઉંદેપુર અને ઝઘડિયા ૨૧-૨૧ મિમિ વરસાદ નોંધાયો છે.
તો રાજય ના અન્ય ૮૬ તાલુકાઓ માં ૧ મિમિથી ૨૦ મિમિ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ લખાય રહ્યું કે ત્યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ઘેરાયેલું છે અને ક્યાંક ઝરમર વરસી રહ્યો છે.

 

(10:23 am IST)